બ્રેકીંગ ન્યુઝ

નવા કૃષિ કાયદા સામે ખેડુતોના ચક્કાજામના પગલે દેશના અનેક રાજ્યોના માર્ગો પર શાંતિપૂર્ણ માહોલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

નવા કૃષિ કાયદા સામે ખેડુતોના ચક્કાજામના પગલે દેશના અનેક રાજ્યોના માર્ગો પર ખેડુતોએ ચક્કાજામ કર્યો હતો, દેશમાં  માહોલ શાંતિ પૂર્ણ વચ્ચે  3 કલાકનો સમય પસાર: બાર  થી ત્રણ વાગ્યા ના સમય દરમિયાન  દેશ આખો ઠપ્પ, ભારત-પાકિસ્તાન-ચીન બોર્ડર કરતાયે આકરી સુરક્ષા ગોઠવી દેવાય હતી. 

દિલ્હી એનસીઆરમાં ખેડૂતોના ચક્કા જામને પગલે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ગાઝીયાબાદના લોની બોર્ડર પર ડ્રોનના દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. દિલ્હી પોલિસ, પેરા મિલિટ્રી ફોર્સ અને રિઝર્વ પોલિસ દળના લગભગ 50 હજાર જવાનો આ સ્થિતિને સંભાળવા માટે  તૈનાત  કરવામાં આવ્યા છે. ખેડૂત આંદોલનને પગલે દેશભરમાં ચક્કાજામના એલાનને પગલે પોલિસ સતર્ક બની છે, ખુદ દિલ્હી પોલિસ કમિશ્નર એસએન શ્રીવાસ્તવ શહીદી પાર્ક પહોચી સુરક્ષાની તૈયારીઓનું જાત-નિરીક્ષણ કર્યું હતું.

ખેડૂતોના ચક્કાજામના આહવાન બાદ દિલ્હી ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ દરમિયાન બેરિકેડિંગ પર સૂચનાઓ  લખવામાં આવી  છે કે  “ખેડૂતોને એન્ટ્રી કરવાની મનાઈ છે”  10 મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝીટ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતાં. જેમાં લાલ કિલા, જામા મસ્જિદ, જનપથ અને સેન્ટ્રલ સેક્રેટિએટ ઉપરાંત વિશ્વ વિદ્યાલય પણ શામેલ છે. સવારે કરેલા ટ્વિટમાં ડીએમઆરસીએ આઈટીઓ અને મંડીહાઉસ અને દિલ્હી ગેટની એન્ટ્રી એક્ઝીટ બંધ કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.

જમ્મુ-પઠાનકોટ હાઈવે, રાંચી કોલકત્તા હાઈવે, અમૃતસર નેશનલ હાઈવે પર અસર બંધની અસર વર્તાઈ, ગાઝિપુર બોર્ડર પર સ્થિતિ શાંતિપૂર્ણ રહી.  સિંધુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર હાઈ લેવલની સુરક્ષા વધારી દીધી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है