
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લાના આહવા તાલુકા સમાવિસ્ટ ધવલિદોડ ધુડા વચ્ચે મોટા ઘાટમાં મજુરો ભરેલી ટ્રક ને નડ્યો અકાસ્માત:
પ્રાપ્ત અનુસાર વલસાડ સુગર ફેક્ટરી મા મંજૂરી કામ પર ગયેલા શ્રમિકો ટ્રકમાં બેસીને વલસાડ સુગરથી પરત પોતાનાં ઘરે આવતા ધવલિદોડ ધૂડા વચ્ચે ધુડાઘાટમા અકસ્માત નડતાં ટ્રક પલ્ટી જવાં પામી હતી.
ટ્રક ને નડેલા અકસ્માતમા શ્રમિકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જેમાં જુનેર ગામ તથા વણજારઘોડી ગામના શ્રમિકો ટ્રકમાં સવાર હતા,
ઘટના સ્થળે સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા પીડિતો ને મદદ કરવામાં આવી , અકસ્માત સ્થળ પરથી એક જાગૃત નાગરિકે ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ની ટીમ તત્કાલિક પોહચતાં ઇં જા પામેલ શ્રમિકોને આહવા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઝડપી સારવાર મળતા શ્રમિકો ને રાહત મળી હતી.
ચાલુ સારવાર દરમિયાન જિલ્લા સદસ્ય વિજયભાઈ ચોધરી (જૂનેર)અને તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દિપક પીમપળે, એડવોકેટ અને સામાજિક કાર્યકર સુનિલગામીત હોસ્પિટલમાં જઈ નાની મોટી સગવડો ઉપલબ્ધ કરાવી સેવા નો ઉદાહરણ પૂરો પાડ્યો હતો.
ધુડાઘાટ ની સમસ્યા ની રજૂઆત અને વારંવાર બનતા અકસ્માત ની ફરિયાદ રામુભાઈ માહલા(પ્રેસ રિપોર્ટર) તથા જિલ્લા સદસ્ય વિજયભાઈ ચોધરી દ્વારા ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ મા દરખાસ્ત અને રજૂઆત કરવામાં આવેલ છે, તેમ છતાં તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી,
અમે આપને જણાવી દઈએ કે માર્ગ અકસ્માત ની જવાબદારી અન્યવે માનનીય કોર્ટ દ્વારા નક્કી કરેલ ધોરણ મુજબ સ્થાનિક તંત્ર ની બને છે. શક્ય બને તેટલી અકસ્માત નિવારણ માટે ના આગવા પગલાં ભરવા હવે લોક માંગ ઉઠી રહી છે.
પરંતુ વર્ષોથી ધુડાઘાટ મા એક પછી એક અકસ્માત થઈ રહ્યા છે તો શું જીલ્લા વહીવટી તંત્ર અને જવાબદાર વિભાગ નોંધ લઇ રહ્યું છે કે નહિ.? વધુમાં તંત્ર દ્વારા કેટલા અંશે આવા બનતા અકસ્માત બાબતને ધ્યાન પર લાવી અને ધુડા ઘાટની મુલાકાત કરી ને યોગ્ય પગલાં લે તેવી લોકોમાંગ ઉઠવા પામી છે.