બ્રેકીંગ ન્યુઝ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 29મી એ ગુજરાતની મુલાકાતે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આવતી કાલે 29મી  તારીખે  દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક  અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત પ્રવાસે નર્મદા જીલ્લાના  દેડીયાપાડા માં આગમી વિધાનસભા ચુંટણી અંતર્ગત સભા ગજાવશે..

અમે આપને જણાવી દઈએ કે 149 દેડીયાપાડા વિધાનસભા બેઠકના ઉમેદવારની યુવા અગ્રણી આદિવાસી નેતા ચૈતર ભાઈ વસાવાની નિમણુક થઈ છે, અને વિસ્તારમાં ખુબ જોશ જોવા મળી રહ્યો છે, 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષો રેલીઓ અને સભા ગજાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોડ તૈયારીઓ કરી રેલીઓ યોજી રહ્યા છે.

ત્યારે 149, દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર માં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીશ્રી ભગવંત માન તેઓ ગણતરીના કલાકોમાં ડેડીયાપાડા ના માર્કેટ યાર્ડના મેદાનમાં પધારશે અને જાહેર સભા ગજવશે. જેને લઇને દેડીયાપાડા નાં માર્કેટ યાર્ડ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है