દક્ષિણ ગુજરાતબ્રેકીંગ ન્યુઝ

થવા સ્ટેશન ફળિયા માંથી મેડીકલની જરૂરી ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બે નકલી ડોકટરોને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

પોલીસ મહાનીરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓએ હાલમા ભરૂચ જીલ્લા વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોકટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવા આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ, અંકલેશ્વર નાઓના માર્ગદર્શન હેઠળ તથા પો.સ.ઈ. શ્રી એન.જી.પાચાણી નેત્રંગ પો.સ્ટે. નાઓની સુચના મુજબ નીચે મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

નેત્રંગ પોલીસને બાતમીદારથી બાતમી મળેલ કે થવા સ્ટેશન ફળિયામાં ચિત્તરંજના દિનાનાથ મંડલ નામનો માણસ તથા નેત્રંગ ચાર રસ્તા પાસે માંડવી રોડ ઉપર એક ઈસમ દવાખાનુ ખોલી તથા પોતાના ઘરે લોકોને દવાઓ તથા ઈંજેકશનો આપે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા ઉપર સાથેના પોલીસ માણસો તથા પંચો સાથે વારાફરતી તપાસ કરતા નીચે મુજબના બન્ને ઈસમો મળી આવેલ મજકુર ઈસમો પાસે ક્લિનિક ચલાવવા અંગેના સરકારશ્રીના નિયમ મુજબના સર્ટીફીકેટ તથા ડોકટરને લગતી ડીગ્રી સર્ટીફીકેટ હોય તો રજુ કરવા જણાવતા મજકુર ઈસમોએ ક્લિનિક ચલાવવા અંગેના સર્ટીફીકેટ તથા ડોકટરને લગતી ડીગ્રી સર્ટીફીકેટ રજુ કરેલ ન હોય જેથી તેઓના ઘર તથા ક્લિનિકની જડતી તપાસ કરતા અલગ અલગ કંપનીની દવાઓ, ઈન્જેકશનો તથા સાધનો મળી કુલ રૂ.૧૦૭૦.૭૦/- નો મુદ્દમાલ મળી આવતા બન્ને ઈસમો વિરુધ્ધ આઈ.પી.સી. કલમ-૪૧૯,૩૩૬ તથા ગુજરાત મેડીકલ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ-૩૦ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આરોપીઓ (૧) ચિત્તરંજના દિનાનાથ મંડલ ઉ.વ.૬૬ હાલ રહે.થવા સ્ટેશન કળિયુ. તા.નેત્રંગ, જી.ભરૂચ મુળ રહે.મુ.પો. તા.ભીમપુર જી.નદીઆ(પશ્ચિમ બંગાલ)

(૨) પિયુષભાઇ વિનોદભાઇ સરકાર (શર્મા) ઉ.વ.૪૪ હાલ રહે.નેત્રંગ જવાહર બજાર,
તા.નેત્રંગ, જી.ભરૂચ, મુળ વતન રહે, મુ.પો.ધારવાસુની તા.ગોપાલનગર જી.ઉત્તર પરગણા (પશ્ચિમ બંગાલ).

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है