બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં જનસેવા કેન્દ્ર હસ્તકની સેવાઓ માટે અરજદારો ઓનલાઈન સેવાઓ ઘરબેઠા મેળવી શકશે..

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, પ્રેસનોટ 

હવે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં જનસેવા કેન્દ્ર હસ્તકની અનેક  સેવાઓ માટે અરજદારો ઓનલાઈન સેવાઓ ઘરબેઠા  મેળવી  શકશે..
(માહિતી બ્યુરો વ્યારા) તા.૨૫ – મામલતદાર કચેરી, સોનગઢમાં જનસેવા કેન્દ્ર હસ્તકની સેવાઓ માટે અરજદારોને કોરોના વાયરસના સંક્રમણના સમયગાળા દરમ્યાન રૂબરૂ જનસેવા કેન્દ્ર ખાતે આવવું ન પડે તે માટે digitalgujarat.gov.in નામની ઓનલાઇન વેબસાઇટ પર ડોક્યુમેન્ટ અપલોડ કરી દાખલા/પ્રમાણપત્રોની સેવાઓ ઘરે બેઠા મેળવી શકે છે.
વધુમાં જનસેવા કેન્દ્ર અંગેની કોઇપણ સેવા બાબતે પુછપરછ કરવા માટે મોબાઇલ નંબર:9512045445 (રોહિતભાઈ), 9925544168(મુકેશભાઈ), 9913858455(રમીલાબેન)ને સંપર્ક કરી શકાય છે,  તેમજ વોટ્સઅપના માધ્યમથી ડોક્યુમેન્ટ મોકલી શકાય છે. જનસેવા કેન્દ્રમાં લોકોની ભીડ ન થાય તે માટે વોટસઅપ નંબર પર ડોક્યુમેન્ટ સ્કેન કરી મોકલી આપી, ટોકન નંબર તથા આવશ્યક જણાય તેવા સંજોગોમાં રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે તારીખ તથા સમય મેળવી, જણાવેલ સમયે ઉપસ્થિત રહી જનસેવા કેન્દ્ર હસ્તકની સેવાઓનો તાલુકાની સમગ્ર  જાહેર જનતા લાભ લે તે મુજબ વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે.
ઉપરાંત વૃધ્ધ સહાય, વિધવા સહાય તેમજ સમાજ સુરક્ષા સહાય યોજનાઓ માટે ઉમરલાયક વ્યક્તિઓએ ઘરેથી જ મોબાઇલ નંબર:-9428233512, 8780365823 (દર્શનભાઈ) અને 8347616698, 8200207740 (હાબેલભાઈ) પાસે માર્ગદર્શન મેળવી, પુરાવાઓ તૈયાર કરી, કોઇપણ વ્યક્તિ મારફતે મામલતદાર કચેરીમાં મોકલી આપવા વિનંતી છે. ઉંમરલાયક વ્યક્તિઓ ઘરેથી બહાર નીકળે નહિ અને પોતાના સ્વાસ્થયની કાળજી રાખે તે ઇચ્છનીય છે. એમ મામલતદારશ્રી ડી.કે.વસાવાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है