મારું ગામ મારાં ન્યુઝ

રાહદારીઓની સજાગતા અને હિંમત દ્વારા આ ટોળકીને ગણતરીનાં સમયમાં પકડવામાં પોલીસને સફળતા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

રાહદારીઓની સજાગતા અને હિંમત દ્વારા  આ ટોળકીને ગણતરીનાં સમયમાં પકડવામાં પોલીસને સફળતા મળી.

 રાત્રીના  સમયે રોડ વચ્ચે પોતાની મોટરસાયકલો મૂકી ટ્રકોને આતરી તોડ ફોડ કરીને  લૂંટ કરતી ટોળકીને ડેડીયાપાડા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી.


નર્મદા: ગત  રોજ તા.૨૨મી  સાંજ ના આશરે સાડા સાત વાગ્યાની આસપાસ ફરિયાદી મોહનદાસ મારૂતિ મેદગે ઉં. વ ૩૨ ધંધો – ડ્રાઇવિંગ ,રહે -શિરશી તા – બિડર જિલ્લો બિડર ,કર્ણાટક પોતે અને પોતાનો ક્લીનર પ્રશાંત ભાઈ શરણપા ગંગાનુર સાથે રાજપીપલા થી આગળ ઉમલ્લા રોડ પર આવેલ રાજેશ કોરી નામ ની કંપનીના દોરા ટ્રકમાં  ભરી ને હૈદરાબાદ જવા નીકળેલ અને રાજપીપલા,મોવી થઈ ડેડીયાપાડા જતા રસ્તે ગાજરગોટા ગામ થી આગળ ઘંતોલી ગામ તરફ આવતા ત્રણ ટુ વ્હીલર વાહનો નંબર Gj-16-CM-8791, Gj-16C-1074, GJ-22-J-5322 પર્ ૪ માણસો પ્રિયાંકભાઈ સંજયભાઈ વસાવા, વિશાલભાઈ સુખદેવ ભાઈ વસાવા,કિરણભાઈ સંજય ભાઈ વસાવા,તુષારભાઈ સંજયભાઈ વસાવા ચારેય રહેવાસી – તવડી ,તા ઝઘડિયા,જી ભરૂચ બેસી ને આવેલ અને ટ્રક ને રોડ ની સાઈડ પર ઊભી રાખવા ઇશારો કરેલ અને સાઈડ ઉપર ઊભી રાખતા ચાર ઈસમો પૈકી એક ઈસમે રોડ ઉપ્પર થી પથ્થર લઈ ટ્રક ના કાંચ ઉપર છૂટો માર્યો અને બીજા ઈસમે પણ છૂટો પથ્થર મારતાં ફરિયાદી ના જમણા કાન ઉપર વાગ્યો હતો, અને ટ્રક ના ડ્રાઇવર સાઈડ નો દરવાજો ખોલી ટ્રક માં જઇ ફરિયાદી ને ચાર પાંચ લાફા પણ મારિયા હતા અને ખિસ્સા માંથી ૫૦૦/- રૂપિયા અને ટ્રક માં લગાવેલી ટેપ કાઢી લીધેલ ત્યાર બાદ ત્યાંથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો માંથી કોઈ એ ડેડીયાપાડા પોલીસને જાણ કરી હતી, અને અને પોલીસ ઘટના સ્થળે ૫ થી ૭ મિનિટ માં ઝડપી પોહચી અને પોલીસ અને રાહદારી દ્વારા ભેગા મળી ને ચારે ઇસમો ને પકડી પાડ્યા હતાં  અને એમના વિરુદ્ધ ગુનો નોંધી ડેડીયાપાડા પોલીસ દ્વારા  કાયદેસર તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है