બ્રેકીંગ ન્યુઝ

તંત્રને રેલ્વે વિભાગનાં પ્રશ્નોનાં તાત્કાલિક નિવારણ કરવા તાપી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

ફલાયઓવર બ્રીજ તથા એક્ષપ્રેસ ટ્રેનોનાં (સુપરફાસ્ટ) સ્ટોપેજ સહિતનાં પ્રશ્નોનાં તાત્કાલિક નિવારણ કરવા તાપી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર: 

 ઉપરોકત વિષયનાં અનુસંધાનમાં જણાવવામાં તંત્ર ને અવગત કરવામાં આવ્યું  કે, તા. ૧૨–૧૨–૨૦૧૯ તાપી જિલ્લા યુવા કોંગ્રેસ ઘ્વારા સોનગઢ ખાતે આવેલ ૫૮–સી ચાંપાવાડી રેલ્વે ફાટક પર ફલાયઓવર બ્રીજ તથા એક્ષપ્રેસ ટ્રેનોનાં (સુપરફાસ્ટ) સ્ટોપેજ સહિતનાં પ્રશ્નોનાં વિરોધમાં રેલ રોકો આંદોલન હજારોની જનમેદનીમાં થયુ હતુ. ત્યારે તાપી જિલ્લા કલેકટર અને રેલ્વેના અધિકારીઓ ઘ્વારા ટૂંક સમયમાં આ ફલાયઓવર બ્રીજની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તથા એક્ષપ્રેસ ટ્રેનોને (સુપરફાસ્ટ) સ્ટોપેજ આપવા બાબતે મૌખિક બાંહેધરી આપેલ હતી.

ઉપરોકત મૌખિક આપેલ બાંહેધરીને આજે ૨ વર્ષથી પણ વધારાનો સમય થઈ ચુકેલ છે. તેમ છતાં પણ સરકારી તંત્ર તથા રેલ્વે વિભાગ ઘ્વારા આજ દિન સુધી જે તે સમયે મૌખિક બાંહેધરી આપેલ હતી તે દિશામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે કામગીરી કરવામાં આવેલ નથી અને પ્રજાએ તેમના ઉપર મૂકેલો વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો છે. જેથી આ વિસ્તારની છેતરાયેલી અને પિડિત આદિવાસી જનતા આવનાર તા. ૯–૮–૨૦૨૧ નાં રોજ વિશ્વ આદિવાસી દિને તાપી જિલ્લા પ્રશાસન તથા રેલ્વે વિભાગ ઘ્વારા તાત્કાલિક ધોરણે ફલાયઓવર બ્રીજનું કામ શરૂ ન કરવામાં આવ્યું તો સમગ્ર સોનગઢ તાલુકો અને વિશેષ કરીને આ ફાટક બંધ હોય ત્યારે પ્રભાવિત થનાર અને તકલીફોનો ભોગ બનનાર દક્ષિણ સોનગઢનાં લોકો રેલ્વેનાં પાટા ઉપર ઉતરી વિશ્વ આદિવાસી દિન ની ઉજવણી કરીશું અને જયાં સુધી એક્ષપ્રેસ ટ્રેનોને (સુપરફાસ્ટ) સ્ટોપેજ તથા ફલાયઓવર બ્રીજનું ખાતમુર્હુતનું કામ શરૂ કરવામાં ન આવે ત્યાં સુધી પાટા પરથી હટીશું નહી જેની તમામ જવાબદારી સરકારી તંત્ર તથા રેલ્વે વિભાગ તથા જવાબદાર અધિકારીઓની રહેશે.

અમારી અરજીનાં સંદર્ભમાં આપશ્રી રેલ્વે વિભાગ, તાપી પ્રશાસન તંત્ર, પોલીસ વિભાગ અને ફલાયઓવર બ્રીજ બનાવવાની જોઓને ઓથોરીટી છે તેવા તમામ અધિકારી ગણો આ વિસ્તારનાં લોકોની વેદનાને સમજી તાત્કાલિક ઘોરણે રેલ્વે ફલાયઓવર બ્રીજનું આદિવાસી વિસ્તાર માટે માંગણી મુજબની કામગીરી શરૂ કરશો એવી અમો આપ પાસેથી આશા રાખી રહયા છીએ. જો એમ ન થયુ અને ઉગ્ર જનઆંદોલન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી તાપી પ્રશાસન અને રેલ્વે વિભાગની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है