
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડા પોલીસ દ્વારા તાબદા ગામે થી આરોપીના કબજા ભોગવટાનાં ઘરના માળિયા ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૭૦,૧૦૦/- નો ગણનાપાત્ર પ્રોહી કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ.
મે.નર્મદા જીલ્લા પોલીસવડા શ્રી. હિંમકર સિંહ સાહેબ તથા ના.પો. અધી. સા. શ્રી.રાજેશ પરમાર સાહેબના ઓ એ પ્રોહી પ્રવૃતિની બદી નાબુદ કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આધારે સર્કલ પોલસ ઇન્સ્પેકટર શ્રી. પી. પી. ચૌધરી સાહેબનાં ઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી. એ.આર.ડામોર દેડીયાપાડા પોલીસ સ્ટેશનના અ. હે.કો. ઇનેશભાઈ કરમસિંગભાઈ G. ન.782 ના ઓ એ મળેલ બાતમી હકીકત આધારે સ્ટાફના પોલીસ માણસો સાથે મોજે. તાબદા ગામેથી અજીતભાઈ ચંદુભાઇ વસાવા હાલ રહે.તાબદાં મોવડી ફળિયું, તા. દેડીયાપાડા, જી. નર્મદા મૂળ રહે. વેલાવી, તા. ઉમરપાડા, જી. સુરત નાઓ ના કબજા ભોગવટાના ઘર માંથી પ્રોહી રેઇડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના સિગ્રામસ ઇમ્પિરિયલ બ્લુ વ્હીસ્કીના કાચ નાં હોલ નંગ.૨૪ કિ.રૂ.૭૨૦૦/- તથા કિંગ ફિસર બીયર ટીન નંગ.૯૬ કિ. રૂ.૯૬૦૦/- તથા ઓફિસર ચોઇસ કાચના કવાટરીયા નંગ.૨૪૦ કિ.રૂ.૨૪,૦૦૦/- તથા રોયલ સ્પેશિયલ કાચના ક્વાટરીયા નંગ.૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/- જે તમામ પ્રોહી મુદ્દામાલ કુલ કિ.રૂ – ૬૯,૬૦૦/- તથા સેમસંગ કંપનીનો મોબાઈલ નંગ.૧ કિ. રૂ.૫૦૦/- મળી કુલ ૭૦,૧૦૦/- નાં ઇંગ્લિશ દારૂ ના મુદ્દામાલ સાથે પકડી લઇ પકડાયેલ આરોપી તથા પકડાયેલ આરોપીને પ્રોહી મુદ્દામાલ આપનાર આરોપી સુરજભાઈ રમેશભાઈ રાઠોડ રહે.પુનાગામ, નવુ ફળીયું, તા.માંડવી, જી. સુરત નાઓની વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.