બ્રેકીંગ ન્યુઝ

ગુજરાત સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગુજરાત સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા ભાજપા સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા;

ભાજપના કદાવર અને દિગ્ગજ યુવા નેતા AAP માં જોડાયા!!!

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો;

રાજપીપળા વિધાનસભાના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી ઉમેદવાર બનાવે તો ભાજપા ને મોટો ફટકો પડવાની સંભાવના;

ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણીઓ આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા ઓ વર્તાઈ રહી છે ત્યારે ગુજરાતના રાજકારણ માં ભારે ગરમાવો આવી ગયો છે, વડાપ્રધાન મોદી એ ગુજરાત ની મુલાકાતો વધારી છે, કૉંગ્રેસ પણ સક્રીય બની છે ત્યાં આમ આદમી પાર્ટીના દિલ્હી નાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પંજાબમાં સત્તા પ્રાપ્ત કર્યાં બાદ હવે પોતાનુ ધ્યાન ગુજરાત કેન્દ્રિત કરી રહ્યા છે, કેટલીક વિધાનસભા બેઠક ના ઉમેદવારો પણ જાહેર કરી દેવામાં આવ્યાં છે ત્યારે આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છ છબી ધરવતા અને સામાજિક માન મોભા વાળા રાજકિય આગેવાનો ને પોતાનાં તરકે આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે નર્મદા જીલ્લા ના રાજપીપળા પાસે ના કુંવરપરા ગામ ના સરપંચ અને ગુજરાત સરપંચ પરિષદના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ને પણ ગત રોજ આમ આદમી પાર્ટીમાં જોડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા ભારતિય જનતા પાર્ટી ના પ્રખર કાર્યકર હતા દરેક પંચાયતો ના સરપંચ સાથે તેઓનો સિધોજ ઘરોબો હોય, તેમજ રાજપીપળા સહીત નર્મદા જીલ્લા મા કોઇ પણ સમસ્યા હોય તેના નિરાકરણ અને હલ માટે હંમેશા તત્પરતા દાખવતા હોય ભાજપા સાથે છેડો ફાડ્યા બાદ આમ આદમી પાર્ટી ની ઝાડુ નો દામન થામતા ભાજપા ને ચોક્કસ પણે વિધાનસભા ની ચુંટણીમાં મોટાં પાયે નુકસાન નર્મદા જીલ્લા થાય તો નવાઇ નહીં.

ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં જોડતા રાજપીપળા વિધાનસભા ના ઉમેદવાર તરીકે તેઓને રાજકીય પંડિતો જોઈ રહયા છે. આગામી દિવસોમાં નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે તેઓને આમ આદમી પાર્ટી પોતાનાં ઉમેદવાર બનાવે તો નવાઈ નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है