બ્રેકીંગ ન્યુઝ

ગુજરાતમાં પહેલીવાર પ્લેનની હરાજી કરવામાં આવશે, આ છે તેની પાછળનું કારણ: 

શ્રોત; ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

ગુજરાતમાં પહેલીવાર પ્લેનની હરાજી કરવામાં આવશે, આ છે તેની પાછળનું કારણ: 

ગુજરાતની અંદર પ્રથમ વખત પ્લેનની હરાજી કરવામાં આવશે. રાજ્યમાં આ વાત માનવામાં  ના આવે તેવી વાત છે પરંતુ ગુજરાતમાં આવું બની રહ્યું છે.  મળતી માહિતી મુજબ  એવિએશન એન્ડ એરોનોટિક્સ (AAA) કંપનીના 4 પ્લેનની હરાજી જાહેર કરવામાં આવી છે.  AAA કંપની એ મહેસાણા  નગરપાલિકા ને  વેરો ભરવાનું ચૂકી રહી છે. અગાઉ પણ આ હરાજી થવાની હતી પરંતુ તે રદ્દ કરવી પડી હતી. કેમ કે, અગાઉ આ મિલકત ખરીદનાર કોઈ મળ્યું નહોતું. જેથી ફરી એકવાર જાહેર  હરાજીનો આ બીજો  પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

અત્યાર સુધી આપણે સમાચારોમાં  જપ્ત કરાયેલા વાહનોની હરાજી  થઈ હોય તેવું સાંભળ્યું અથવા વાચ્યું  છે પરંતુ પ્લેનની હરાજી થઈ હોય તેવું ગુજરાતમાં આજ સુધી સાંભળ્યું ન હોય પરંતુ AAA કંપનીના 4 પ્લેનની હરાજી કરવામાં આવશે આ વાત સાચી છે. કારણકે  મળતી વિગતો અનુસાર મહેસાણા નગરપાલિકા ટૂંક સમયમાં તેની હરાજી કરશે. કેમ કે, નગરપાલિકા હસ્તકના હવાઈ મથકોનો ભાડા કરાર સાથે 2008થી પ્લેન ટ્રેનિંગનો આપવાની શરુઆત હતી પરંતુ કંપનીએ કરાર મુજબનો  વેરો ભરી શકી નથી. જેથી એવિએશન એન્ડ એરોનોટિક્સ કંપનીના  4 પ્લેન, 1 હેંગર, 1 ગાડી તેમજ ઓફિસ સામાનને નગરપાલિકા દ્વારા  સીલ કરી દેવામાં આવ્યો છે. જેથી સીલ કરાયું ત્યારથી લઇ  આજ દિન  વેરો ભરાયો નથી. જેથી હવે નગરપાલિકા દ્વારા  હરાજી કરવામાં આવશે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર હરીજીમાં 3 જેટલા લોકોએ ડિપોઝીટ પણ ભરી હતી પરંતુ લેવાની રકમ આ ખાનગી કંપનીએ જમા નહોતી કરાવી. 
અગાઉ પણ આ પ્રકારે હરાજીની વાત આવી હતી ત્યારે પણ આ વાત ચર્ચામાં રહી હતી ત્યારે ફરી એકવાર આ હરાજીનો મામલો આવતા પ્લેનની હરાજી મામલે લોકોમાં પણ કૂતુહલતા જોવા મળી રહી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है