બ્રેકીંગ ન્યુઝ

ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં કોરોના કહેર યથાવત આજનો રીપોર્ટ ચોકાવનારો?

કોરોના કોવીડ-૧૯ની મહામારી થમવાનું નામજ નથી લેતી! અનેક જિલ્લાઓમાં આજે નોધાયાં નવાં પોઝીટીવ કેશ! આરોગ્ય વિભાગ દોડતું થયું..

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી, નર્મદા, સુરત,ડાંગ, નવસારીનાં પ્રતિનિધિઓ  

  • તાપી જીલ્લાના વ્યારા તાલુકાના ઘાટા ગામના વેલજીપુરા ફળીયામા એક વ્યક્તિનો “કોરોના” રિપોર્ટ પોઝેટિવ આવ્યો.ગત તા.24 જૂન નારોજ ગાંધીનગરથી ઘાટા ગામના વેલજીપુરા ફળિયામાં આવેલા વ્યક્તિને તાવ જેવા લક્ષણો માલુમ પડતા તા.26 જૂન ના રોજ કોરોના ટેસ્ટ કરવામાં આવતા આજરોજ કોરોના રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. હાલમાં આ વ્યક્તિને વ્યારા કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.  અત્યાર સુધી જિલ્લામાં કુલ 10 કેસ નોંધાઇ ચુક્યા છે તે પૈકી 6 જણાએ કોરોનાને માત  આપી છે અને તેઓને રજા પણ આપી દેવામાં આવી છે. અને હાલ તાપી  જિલ્લામાં કુલ 4 કેસ એક્ટિવ છે.
  • સુરત જિલ્લામાં કોરોનાનો કહેર બેકાબુ: આજે બપોર સુધીમાં ૧૫ કેસ નોંધાયા!  સુરત જિલ્લામાં આજે બપોર સુધીમાં ૧૫ જેટલાં નવા કોરોનાંનાં  નવા કેસો નોંધતાં તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે  દિવસનાં બપોર સુધીમાં જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૧૫ જેટલાં નવા કોરોનાનાં પોઝીટીવ કેસો નોંધાતા જિલ્લા અને જે તે તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે પોઝીટીવ કેસોમાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે, આજે પણ બપોર સુધીમાં ૧૫ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે, જેમાં કામરેજ માં ૬, પલસાણામાં ૩, ,માંડવીમાં ૧, ઓલપાડમાં ૧,  અને ચોર્યાસીમાં ૪ કેસ નોંધાયા છે, આ સાથે સુરત જિલ્લાનો કોરોનાનો કુલ આંકડો ૪૭૦ ઉપર પોહચ્યો છે.
  • સુરેન્દ્રનગરની ડાયમંડ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષના આધેડ, શહેરી વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષના ડોકટર, વીઠ્ઠલપ્રેસ રોડ પર રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ મહિલા તેમજ એક વ્યક્તિ અને રતનપરમાં એક વ્યક્તિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં રહેતા માતા અને પુત્ર તેમજ લીંબડી શહેરી વિસ્તારમાં ત્રણ કેસ મળી કુલ 10 વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે.તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક ૧૨૫ પહોંચી ગયો છે.
  • નવસારીમાં જિલ્લામાં કોરોના પોઝિટિવ આવેલા દર્દીનું શંકાસ્પદ રીતે થયું મોત છે. ચીખલી તાલુકાના બામણબેલ ગામના ૪૪ વર્ષીય મહેશ ભાઈ પટેલનું મોત થયું છે. પોઝિટિવ આવેલ  છેલ્લા ૧૫ વર્ષથી ટીબીનાં દર્દી હતાં.પોસ્ટમોર્ટમમાં કોવિડથી મોત થયું હોવાનું સામે આવશે તો જિલ્લામાં કોવિડથી મૃત્યુનો આંક ૨ ઉપર પહોંચશે.
  • નર્મદા જીલ્લામાં  COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૭ મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૪:૪૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૩ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ ૮૮ દરદીઓ પૈકી કુલ ૩૩ દરદીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને કુલ ૫૫ દરદીઓ આજની સ્થિતિએ રાજપીપળાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી. પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૩૨ સેમ્પલ પૈકી ૨૯ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ આવેલ છે. જ્યારે ૩ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે, જેમાં ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોનીના SRP કેમ્પ ના રહીશ ૩૦ વર્ષિય બે મહિલા અને ૧૦ વર્ષિય એક યુવતીનો સમાવેશ થાય છે આ દરદીઓને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાયા છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૫૫ દરદીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૩૩ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.
  • પશ્ચિમ અમદાવાદની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નોંધાયેલા 205 કેસ માંથી 59% કેસ માત્ર પશ્ચિમ અમદાવાદના છે.પશ્ચિમ ઝોનમાં નવા 62 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમા 38 કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નવા 21 કેસ નોંધાયા છે. આમ, કુલ પશ્ચિમ અમદાવાદમાં કુલ 121 કેસ છે, તો પૂર્વ અમદાવાદમાં 84 કેસ નોંધાયા છે. જ્યારે મધ્ય ઝોનમાં 13 તો દક્ષિણ ઝોનમાં 11 કેસ નોંધાયા છે. તેમજ ઉત્તર ઝોનમાં 32 અને પૂર્વ ઝોનમાં 28 કેસ નોંધાયા છે.
  • ડાંગમાં જીલ્લામાં કોવીડ-૧૯ની  સ્થિતિ કાબુમાં:

 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है