ક્રાઈમબ્રેકીંગ ન્યુઝ

ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી તાપી જિલ્લા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

તાપી જિલ્લાનાં સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કબાટમાં મુકેલ કુરાને શરીફ/ધાર્મિક પુસ્તકો સળગાવી દઈ સમાજમાં વૈમનશ્ય ઉત્પન્ન થાય તેવું કૃત્ય કરનાર આરોપીઓની ગણતરીના કલાકોમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી તાપી જિલ્લા પોલીસ:

 સોનગઢ નગરના દેવજીપુરા, જુનાગામ વિસ્તારમાં આવેલા ખોજાની મસ્જીદ સામે રહેતા મોહમ્મદ ફારૂક ઈસ્માઈલ વેલીવાલાનું સોનગઢના બાપાસીતારામ નગરમાં આવેલ ઘરનું (ઈબાદતખાના) નું ગત તારીખ 27મી ની રાત્રે કોઈ અજાણ્યા ઇસમોએ તાળુ તોડી ગુનાહિત ઇરાદાથી અંદર પ્રવેશ કરી ઘરમાં (ઈબાદતખાના માં મુકેલ કબાટનો દરવાજો તોડી, કબાટમાંથી કુરાને શરીફના પુસ્તકો નંગ-6 તથા બીજા ધાર્મિક પુસ્તકો બહાર કાઢી સળગાવી દેવામાં આવ્યા હતા એટલું જ નહી ચટાઈ પણ સળગાવી દેવામાં આવી હતી તેમજ ઘડિયાળ તોડી પંખાને પણ વાંકો વાળી નુકશાન કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે મોહમ્મદ ફારૂક ઈસ્માઈલ હવેલીવાલાની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગંભીર ગુનો નોંધી કસુરવારોને શોધવા કવાયત હાથ ધરી હતી.જેમાં બે કસુરવારોને ઝડપી પાડવામાં તાપી પોલીસને મોટી સફળતા મળી છે,

સોનગઢ પો.સ્ટે. ગુ.ર ન. 11824004210120/2021 ઈ.પી.કો. કલમ  436, 447, 148, 153(ક), 120(બી) મુજબના કામનો ગુનો.  27/01/2021 ના કલાક 20/00 થી તા. 28/01/2020 ના કલાક 06/00 દરમ્યાન હરકોઇ વખતે મોજે સોનગઢ ટાઉન દેવજીપુરા બાપા સીતારામનગરમાં ફરિયાદીના ઘરમાં બનવા પામેલ છે. સદર ગુનાના કોઇ અજાણ્યા ઇસમે ઇસમોએ ગુનાહિત કાવતરૂ રચી આ કામના કુરિટના ધરનું તાળું તોડી અંદર ગુનાહિત ઇરાદાથી પ્રવેશ કરી ઘરમાં મુકેલ કબાટનો દરવાજો તોડી કબાટમાં મુકેલ કુરાને શરીફ ધાર્મિક પુસ્તકો બહાર કાઢી કાડી સળગાવી દઈ તથા ચંક્રાઇ પણ સળગાવી દઈ તથા ઘડિયાળ તોડી તથા પંખાને પણ વાંકોવાળી નુકશાન કરી અલગ અલગ કોમો હિંદુ/મુસ્લીમ વચ્ચે સમાજમાં વૈમનશ્ય ઉત્પન થાય તેવું કૃત્ય કરી ગુનો કરેલ છે.

સદર ગુનાની તપાસ દરમ્યાન મળી આવેલ પુરાવાઓ આધારે સદર બનાવની નજીકમાં રહેતા (1) આશિષભાઇ નિમ્બાભાઇ પાટીલ 26 રહે. સોનગઢ઼ બાપા સીતારામ નગર તો સોનગઢ જિ. તાપી (2) ગોપાલભાઇ રામભાઇ પાટીલ ઉ.વ. 29 રહે. બાપા સીતારામ નગર, સોનગઢ તા. સોનગઢ જિ. તાપીનાઓની સંડોવણી જણાતો ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. અને આ બનાવ બાબતે બંનેની પુછ પરછ દરમ્યાન જણાઇ આવેલ છે કે, પોતાના ઘર/વિસ્તારમાં રહેણાંકના મકાનનો ઉપયોગ મુસ્લિમો દ્વાર નમાજ પઢવા માટે કરતા હોઇ જેથી તેઓ નારાજ હોવાથી આ કૃત્ય કરેલાનું હાલના તબક્કે જણાઇ આવેલ છે. અને હાલમાં ગુનાની તપાસ ચાલું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है