બ્રેકીંગ ન્યુઝ

કાંટીપાની ગામની પાણીની સમસ્યાના ન્યુઝ અંગે પાણી પુરવઠા વિભાગ આવ્યું હરકતમાં, આવ્યો સમસ્યાનો અંત:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા તાલુકાનું છેવાડાનું કાઠીપાણી ગામ જ્યાં પાણી માટે વલખા મારતા ગ્રામજનો: જે બાબતે મીડિયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ અહેવાલને ધ્યાનમાં લઇ સ્થાનિક તંત્ર દ્વારા મુલાકાત લઈ આજ રોજ પીવાનાં પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું: અને 4 હેન્ડ પંપ, અને મીની સ્વજલ યોજના કાર્યરત થઇ: કાંટીપાની ગામે વાવાઝોડાને કારણે ખોરવાયેલા વિજ પુરવઠાને લીધે પીવાના પાણીની ઉભી થયેલી સમસ્યા હવે વિજ પુરવઠો પૂર્વવત થતાં હલ થઇ.

દેડીયાપાડા તાલુકાના કાંટીપાની ગામની પાણીની સમસ્યાના એ અખબારી અહેવાલ અંગે પાણી પુરવઠા વિભાગની સ્પષ્ટતા;

તાજેતરમાં કેટલાંક સ્થાનિક વર્તમાન પત્રોમાં “દેડીયાપાડા તાલુકાના કાંટીપાની ગામે વલખાં મારતાં ગ્રામજનો” શિર્ષક હેઠળ પ્રસિધ્ધ થયેલાં અખબારી અહેવાલ અંગે રાજપીપલાના જાહેર બાંધકામ વિભાગના પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેરશ્રી તરફથી સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, પાણી પુરવઠા વિભાગ તરફથી આજે તા.૨૭ મી મે, ૨૦૨૧ ના રોજ કરાયેલી સ્થળ તપાસ દરમિયાન સદરહું ગામમાં ૨૫ જેટલાં ઘરો સાથે ઉપલબ્ધ કુલ-૦૫ હેન્ડપંપ પૈકી ૦૪ હેન્ડપંપ કાર્યરત છે તથા પાણી પુરવઠાની એક મીની યોજના પણ ચાલી રહી છે.

કાર્યપાલક ઇજનેરશ્રી તરફથી વધુમાં સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, વાસ્મોની યોજના દ્વારા ગામના લોકો ઘરે ઘરે નળ કનેકશનથી પાણી મેળવતાં હતાં પરંતુ વાવાઝોડાને લીધે ૦૨ દિવસ વિજ પુરવઠો ખોરવાઇ જવાને કારણે ઉભી થયેલી પાણીની સમસ્યા હાલમાં વિજ પુરવઠો પૂર્વવત થતા પીવાના પાણીની સમસ્યા હલ થયેલ છે તથા ગામના લોકો વાસ્મોની યોજના દ્વારા ઘરે ઘરે નળ કનેકશનથી પીવાનું પૂરતું પાણી મેળવી રહ્યાં છે.

ગત દિવસોમાં ગ્રામીણ ટુડે ન્યુઝ માં પ્રસિદ્ધ થયેલ સમસ્યાનો અહેવાલ: થોડાજ દિવસમાં તંત્ર આવ્યું હરકતમાં અને સમશ્યા કરી હલ.

ડેડીયાપાડાનું એક ગામ જે છેલ્લા ઘણા વર્ષો થી વેઠી રહ્યું છે પાણીની સમસ્યા:

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है