બ્રેકીંગ ન્યુઝ

ઉમરપાડાના અગ્રણી જગતસિંહ વસાવા દ્વારા IPS અધિકારીને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ઉમરપાડા  પ્રતિનિધિ

બહુ ચર્ચિત મનોજ અગ્રવાલ (IPS) અધિકારીને તાત્કાલિક ધોરણે  નોકરીમાંથી સસ્પેન્ડ કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર;

ઉમરપાડા નાં અગ્રણી IAS Retd. જગતસિંહ વસાવા દ્વારા લખાયો મુખ્યમંત્રી ને પત્ર;  

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધીને માંગરોળ ઉમરપાડા ના અગ્રણી એવા IAS Retd. જગતસિંહ વસાવા દ્વારા IPS અધિકારી મનોજ અગ્રવાલ જેઓ રાજકોટ મ્યુ.કોર્પોરેશનનો હાલ Commissioner of Police નો હોદો ધારણ કરે છે. તેઓની સામે બી.જે.પી. પાર્ટી ના  ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ  પટેલે રૂ/-૭૫ લાખ લોકો પાસેથી વસુલવાનો ગંભીર આક્ષેપ કરેલ છે. જે ભ્રષ્ટાચાર નો એક નમુનો છે. હાલ ની કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર હું ખાતો નથી અને ખાવા દેતો નથી એવા શ્રી નરેન્દ્ર મોદીજીના સુત્ર સાથે સત્તા પર આવેલ છે, તો આવા ભ્રષ્ટાચારી અધિકારીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઇએ જે આજે ૬ દિવસ થવા છતાં પણ  નોકરી માંથી સસ્પેન્ડ કરવામાં આવેલ નથી જે સરકાર ની કામગીરી પર  ગંભીર સવાલ ઉત્પન કરે છે. જેને લઇને IAS Retd. જગતસિંહ વસાવા દ્વારા તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા માંગણી કરવામાં આવી હતી. 

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है