
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સર્જનકુમાર
“મળવા કેમ નથી આવતી” તેમ કહી અંગત ફોટા વાઇરલ કરી યુવતીને બદનામ કરતા ઈસમ વિરુદ્ધ સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ;
યુવતીને કાચની બોટલ મારી જીવલેણ હુમલો કરતા રોમિયો વિરુદ્ધ પીડીત યુવતીએ ફરિયાદ નોંધાવી.
સાગબારામાં રોમિયો દ્વારા યુવતીને જાહેરમાં ધમકી આપી હુમલો કરવાની ઘટના સામે આવી છે આરોપી યુવકે યુવતીને અંગત ફોટા વાઇરલ કરી બદનામ કરવાની ધકમી આપી અને “મળવા કેમ નથી આવતી” તેમ કહી કાચની બોટલ વડે માથાભેર ઈસમે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી છે.
આરોપી દેવેન્દ્ર સીંગ્યાભાઇ વસાવા રહે-બોરડી ફળી તા.સાગબારા જિ.નર્મદા એ ફરિયાદી યુવતીનો મોબાઇલ ફોન હાથ માંથી લઈ બીરસામુંડા ચોકથી પીછો કરી ધવલીવેર ગામ પાસે રોડ ઉપર મોબાઇલ ફોન તોડી નાખી સીમકાર્ડ કાઢી લીધું અને ફરીથી સાંજના યુવતીના ઘર પાસે આવેલ પાણીની ટાંકી પાસે પાણી ભરવા ગયેલ ત્યારે ત્યાં પણ પીછો કરી પાસે આવી પકડી લઇ ખેચતાણ કરતા ફરિયાદીએ તેનો વિરોધ કરતા, તું મને મળવા આવતી નથી તારા અંગત ફોટા વાયરલ કરી બદનામ કરી દઈશ તેવી ધમકી આપી ફરિયાદીને બરડાના ભાગે તથા ગાલ ઉપર બે ત્રણ લાફા મારી દેતા ફરિયાદી હાથ છોડાવી ભાગવા જતા આરોપીએ તેના ખિસ્સા માંથી કાચની બૉટલ કાઢી ફરિયાદીને માથામાં પાછળ ગરદનના ભાગે કાચની બોટલ મારી લોહી લુહાણ કરી નાખી ભાગી ગયો હતો ઉપરાંત આરોપીએ તેના મોબાઇલમા પાડેલ ફરિયાદી યુવતીના અંગત ફોટા તેના કાકાના મોબાઇલ વોટસએપ ઉપર મોકલી તથા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા ત્યારે પીડીત યુવતીએ રોમિયો વિરુદ્ધ સાગબારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.