
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનીતા રજવાડી,
ભરૂચ LCB એ અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ ટ્રક સહીત અંદાજીત રૂ.૧૦.૩૦,૮૧૦/- નાં મુદામાલ સાથે રામવિનય રામલક્ષમણ વર્મા નામનાં ઇસમને ઝડપી પાડયો હતો.
ભરુચ: પોલીસ મહાનિરિક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ વડોદરા રેજ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટર ભરૂચ એલ.સી.બી નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ટીમના માણસો અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાજપીપલા ચોકડી બ્રીજ અંકલેશ્વર ખાતેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલ ટ્રક તથા એક ઇસમને ઝડપી પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી તેઓને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર પો.સ્ટે સોપવામાં આવેલ છે.
(પકડાયેલ ઇસમ)
નામ: રામવિનય રામલક્ષમણ વર્મા ઉવ.૩૫ રહે. ભૂરકુંડા થાના ઉતરોલા પો.સ્ટ ઉતરોલા છ બલરામપુર U.P
(કબજે કરવામાં આવેલ મુદામાલ)
(૧) પાસ કે આધાર પુરાવા વગરનું ખેરનું લાકડુ કિ રૂ ૨.૨૫,૦૦૦/- તથા ટ્રક નં GJ-19-1-2774 તથા મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૮૧૦/- મળી કુલ્લ કિ. રૂપિયા ૧૦.૩૦,૮૧૦/- નો મુદામાલ
(કામગીરી કરનાર ટીમ)
પો.સ.ઇ પી.એસ,બરંડા તથા પો.સ.ઇ વાચ.જી.ગઢવી તથા હે.કો ચંદ્રકાંતભાઇ તથા હે.કો દીલીપભાઇ તથા હે.કો પરેશભાઇ તથા પો.કો. દીલીપભાઇ એલ.સી.બી ભરૂચ.