
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી પ્રેસનોટ
ભરૂચ જિલ્લાના અસામાજીક તત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા સુચના મળેલ જે અન્વયે સમાજ માટે “ભયજનક વ્યક્તિ” ને પાસા એક્ટ હેઠળ અટકાયત કરતી દહેજ પોલીસ:
વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરે કૃષ્ણ પટેલ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી, રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના મુજબ ભરૂચ જિલ્લાના અસામાજીક તત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવા સુચના મળેલ જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓને માર્ગદર્શન હેઠળ દહેજ પો.સ્ટે વિસ્તારમાં રહેતા સામાવાળા રોનકભાઇ દિલીપભાઇ ગોહીલ જાતે- હિન્દુ સુથાર ઉં,વ-૧૮ વર્ષ ૩ માસ ધંધો- વેપાર હાલ રહે, મકાન નંબર-૩ ૭, વેલકમ સોસાયટી જોલવા, તા.વાગરા જી. ભરૂચ, મૂળ રહે, રતનપોર તા.જી. સુરેન્દ્રનગર નાઓની પાસા એકટ હેઠળ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભરૂચ ની ઓના હુકમ અન્વયે અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપેલ છે.
આવા અસામાજીક તત્વો વિરુદ્ધ માં સખત કાર્યવાહી કરવા માટે દહેજ પોલીસ હંમેશા કટીબધ્ધ છે.
સામાવાળા રોનક દિલીપભાઈ ગોહિલ વિરૂધ્ધમાં ભુતકાળમાં અત્રેના દહેજ પો.સ્ટે.માં મારામારી, લૂંટ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલના ગુના દાખલ થયેલ છે.