શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા
દેડીયાપાડા એકાંત જંગલ માં જઇ ગળે ફાંસો ખાઈ કરી આત્મ હત્યા:
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જીલ્લાનાં ડેડીયાપાડાનો 28 વર્ષનો નવયુવાન મહેન્દ્રભાઈ ઉર્ફે પપ્પુ ભાઈ સેંદાણે રહે. નર્મદા નગર સોસાયટી ડેડીયાપાડા પોતાની ધર્મપત્ની સાથે ચા મોડી બનાવવા બાબતે ઝઘડો કરી ઘરે થી ગુસ્સા માં નીકળી જઇ ત્રિમૂર્તિ પેટ્રોલ પંપની આગળ કલિયાભૂત મામાના મંદિર પાસે જંગલમાં જઈ પોતાની જાતે ખાખરાના ઝાડ સાથે નાયલોન દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી, સવારે ઘરે થી ગુસ્સામાં નીકળી ગયા બાદ મહેન્દ્રની શોધખોળ કરતા કાળિયા ભૂત મંદિર પાસે બાઇક નજરે પડી હતી, બાઇક જોતા આજુ બાજુ શોધખોળ કરતા મુખ્ય ધોરી માર્ગથી 70 મીટરના અંતરે અંદર જંગલમાં બોડી લટકતા જોવા મળી હતી.