
શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
વઘઈમાં આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ યોજાયો, ૪૧૫ લાભાર્થીઓએ લીધો લાભ:
દિનકર બંગાળ, આહવા: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ૧૧માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અને પોષણ માસ વર્ષ ૨૦૨૬ તેમજ સેવા સંકલ્પ અભિયાન કરવામાં આવી રહી છે
આ પ્રસંગ નિમિત્તે જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી ડાંગ આહવા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા ડાંગ દ્વારા ડાંગ જિલ્લા ખાતે આયુષ પ્રભાગ ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ અને યોગનો જિલ્લા ખાતે ઘર આંગણે વધુમાં વધુ લાભ લે તે માટે વિવિધ સ્થળોએ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજરોજ વઘઈ ખાતે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પાચનતંત્રના રોગો, ચામડીના રોગો, સાંધાના રોગો, શરદી ખાંસી તાવ જેવા ઋતુજન્ય રોગો, શ્વસનતંત્રના રોગો, ડાયાબિટીસ અને મેદસ્વિતા, મહિલા અને બાળકોના રોગો, વૃદ્ધા અવસ્થા જન્ય રોગોની આયુર્વેદ ઔષધી તેમજ પંચકર્મ દ્વારા સારવાર ડાંગ જિલ્લા ખાતે કાર્યરત મેડિકલ ઓફિસર આયુર્વેદ તેમજ જિલ્લા ખાતે આમંત્રિત પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ આયુર્વેદ ડોક્ટર દ્વારા આપવામાં આવી હતી.
આ કેમ્પના ઉદઘાટન સમરોહમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન ધર્મેશભાઈ પટેલ, તાલુકા પંચાયત વઘઈ કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ ચૌધરી, સરપંચ શ્રી ગ્રુપ ગ્રામ પંચાયત વઘઈ શ્રીમતી સિંધુબેન મોહનભાઈ ભોયે, ઉપસરપંચ શ્રી ગ્રુપ ગ્રામ પંચાયત વઘઈ શ્રી રમેશભાઈ ભોયે, વેપારી મંડળ એસોસિએશન વઘઈ ના પ્રમુખશ્રી સુભાષભાઈ બોરસે સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
કેમ્પમાં આવેલ તમામ લાભાર્થીઓની આયુર્વેદ ઔષધીઓ અને પંચકર્મ દ્વારા સારવાર આપવામાં આવી આ કેમ્પમાં કુલ ૩૦૫ લાભાર્થીઓએ આયુર્વેદ નિદાન સારવાર કેમ્પમાં આયુર્વેદ ઔષધીઓનો લાભ લીધો ૧૧૦ દર્દીઓએ આયુર્વેદ પંચકર્મ ચિકિત્સાનો લાભ લીધો. આમ કુલ ૪૧૫ લાભાર્થીઓએ આજના આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનો લાભ લીધો હતો.
આ કેમ્પમાં ડાંગ જિલ્લાના મેડિકલ ઓફિસર આયુર્વેદ
વૈધ દિગ્વેશભાઈ ભોયે, વૈધ હેતલબેન ચૌધરી, વૈધ હેતલબેન ગામિત, વૈધ ભાગ્યશ્રીબેન વળવી (આમંત્રિત પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ ડોક્ટર) અને અન્ય સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા અને સરકારી આયુર્વેદ દવાખાનાના સ્ટાફ મિત્રો દ્વારા તમામ લાભાર્થીઓને આયુર્વેદ સારવાર આપવામાં આવી.



