ખેતીવાડી

ડાંગના બાગાયતદાર ખેડૂતો માટે સુવર્ણ તક, નવી યોજનાઓ માટે અરજીની મુદત ૯ જુલાઈ સુધી લંબાવાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

ડાંગના બાગાયતદાર ખેડૂતો માટે સુવર્ણ તક, નવી યોજનાઓ માટે અરજીની મુદત ૯ જુલાઈ સુધી લંબાવાઈ:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોએ વર્ષ ૨૦૨૬-૨૭ માટે નવીન આઇ ખેડુત પોર્ટલ ૨.૦ પર અરજી કરી મહતમ લાભ લઇ શકે તે માટે આઇ ખેડુત પોર્ટલ પર બાગાયત ખાતાની નવી યોજના (૧) બહુસ્તરીય પધ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (૨) ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવતાયુકત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમની યોજના માટે આઇ-ખેડુત પોર્ટલ પર ડાંગ જિલ્લાના ખેડુતોને ઓનલાઇન અરજીઓ મેળવવા માટે તા.૨૦/૦૫/૨૦૨૬ થી તા.૧૯/૦૬/૨૦૨૬ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવેલ છે.

આ માટે વધુ સમયમર્યાદા લંબાવી તા.૦૯/૦૭/૨૦૨૬ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. તો નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. બાગાયતદારોએ યોજનાની સહાય લેવા માટે નવીન આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે.

વધુમાં જણાવવાનું કે વર્ષ ૨૦૨૬-૨૦૨૭ થી નવીન આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ પર નોંધણી કરેલ તેમજ નવા નોંધણી થનાર ખેડુતોએ પોતાનું આધાર ઓથેંન્ટિકેશન ફરજીયાત કરવાનું રહેશે ત્યાર બાદ જ ઓનલાઈન અરજી કરી શકાશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સાથે દિન-૭ માં ડાંગ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી આહવા-ડાંગ ખાતે જમા કરાવાની રહેશે.

તેમજ વધુ માહિતી માટે આપના તાલુકાના બાગાયત અધિકારીશ્રી તથા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગ ફોન નં.૦૨૬૩૧-૨૨૧૨૭૩ ઉપર સંપર્ક સાધવો તેમજ યોજનાની વધુ માહિતી માટે આઇ-ખેડૂત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in વેબ સાઈટ પર જોવા નાયબ બાગાયત નિયામકશ્રી આહવા-ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है