શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી પ્રેસનોટ
વ્યારા: “વંદે ભારત મિશન” અંતર્ગત વિદેશથી સ્વદેશ આવેલા તમામ વ્યક્તિઓની તથા તેમના આશ્રય સ્થાનોની તાપી જીલ્લા કલેકટરશ્રી આર.જે.હાલાણીએ જાત મુલાકાત લીધી હતી.
“વંદે ભારત મિશન” અંતર્ગત વિદેશથી સ્વદેશ આવતા પ્રવાસીઓ કે વ્યક્તિઓને સાત દિવસો સુધી જિલ્લા પ્રશાસન દ્વારા ક્વોરોંટાઇન કરવામાં આવે છે. જેમના માટે તાપી જિલ્લા વહીવટી તંત્રે દ્વારા વિવિધ આશ્રય સ્થાનો કાર્યરત કરવામાં આવ્યા છે. જેની કલેક્ટરશ્રી આર.જે.હાલાણીએ જાત મુલાકાત લઈ, જરૂરી પૂછપરછ કરી ઉપયોગી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાના ટીચકપુરા સ્થિત આશ્રમ શાળા ખાતે 67,લોકો અને સરકારી કન્યા છાત્રાલય ખાતે 40,લોકો અને સરકારી કુમાર છાત્રાલય-શિંગી ખાતે 30,લોકો સાથે વ્યારાના અતિથિ ગૃહ ખાતે 11 મળી, કુલ 148 એન.આર.જી.આશ્રય મેળવી રહ્યા છે.
કોરોના અપડેટ: વ્યારાની અરુણાચલ સોસાયટી લાઇન-1 ને કન્ટેઇનમેન્ટ ઝોન, અને લાઇન-2 ને બફર ઝોન જાહેર કરાયા,
જે મુજબ તાપી જિલ્લાનાં વ્યારા શહેરનાં અરૂણાચલ સોસાયટી લાઇન-૧ વિસ્તારમાં તા.૨૮/૦૬/૨૦૨૦નાં રોજ કોરોના વાયરસ COVID-19નો એક કેસ પોઝીટીવ આવેલ હોવાથી રોગનું સંક્રમણ વઘુ ન થાય તે માટે વ્યારા શહેરનાં અરૂણાચલ સોસાયટી લાઇન-૧ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન તથા તેની આસપાસ આવેલ અરૂણાચલ સોસાયટી લાઇન-૨ વિસ્તારને બફર ઝોન જાહેર કરવા અંગે દરખાસ્ત કરવામાં આવેલ છે.