શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
દેડીયાપાડા તાલુકામાં ૮ વર્ષ ની એક મૂક બધીર દીકરી સાથે બળાત્કાર થયા ની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી યોગ્ય મદદ પૂરી પાડતી મહિલા અભ્યમ ટીમ નર્મદા
પરિવારજનો ને સલાહ સૂચનો તેમજ સાંત્વના આપી યોગ્ય ન્યાય મળે તે માટે મદદરૂપ બની સરાહનીય કામગીરી કરી;
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના એક ગામ થી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરી જણાવેલ કે તેમની ૮ વર્ષ ની દીકરી સાથે બળાત્કાર થયા હોવાની ફરિયાદ જણાવતા રાજપીપલા (નર્મદા) મહિલા અભ્યમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ને યોગ્ય મદદ પૂરી પાડી હતી.
મળતી માહીતી મુજબ જાણવા મળેલ કે આશરે પાંચેક વાગ્યા ની આસપાસ ભોગ બનેલ બાળકી ની માતા ઘરના કામો કરતી હતી, તે સમયે તેમની મૂક બધીર બાળકી ઘરની બહાર રમતી હતી ત્યાંથી આજુ બાજુ કોઈ વ્યક્તિ હતું નહિ, જેથી એકાંત નો લાભ ઉઠાવી ગામનાં જ એક હવસખોર નરાધમે જબરદસ્તી થી હાથ પકડી ઘર ની બાજુમાં નાવણીયામાં ખેંચી લઈ જઈ શારીરિક અડપલાં કરી બળાત્કાર કર્યો હતો. જયારે બાળકી રડતા રડતા પોતાની આપ વીતી જણાવી હતી અને બાળકી સાથે કંઈક થયું હોવાની ઘટના માતા પિતા ને જણાતા બાળકીએ નરાધમ ની ઓળખ આપી હતી.
આ બાબતે યોગ્ય કાર્યવાહી થાય તે માટે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા દેડિયાપાડા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને આ ઘટના બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
અને બાળકી ને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ ની ટીમ ને કોલ કરી હોસ્પિટલ જવા માટે રવાના કરેલ, આથી ફરી એક વાર મહિલા અભયમ ટીમે તેમના પરિવારજનો ને સલાહ સૂચનો તેમજ સાંત્વના આપી યોગ્ય ન્યાય મળે તેમને મદદરૂપ બની સરાહનીય કામગીરી કરી હતી.
રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા