બિઝનેસ

ભારતીય રિઝર્વ બેન્કે આઠ સહકારી બેન્કો સામે આકરી કાર્યવાહી કરતા દંડ ફટકાર્યો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

ભારતીય રિઝર્વ બેન્કે આઠ સહકારી બેન્કો સામે આકરી કાર્યવાહી કરતા દંડ ફટકાર્યો છે. RBI દ્વારા  નિવેદન જારી કરીને આ કાર્યવાહી અંગે જણાવ્યું છે. RBIએ જણાવ્યું હતું કે, તમામ બેન્કોએ નિયમોનું પાલન કરવામાં દર્શાવેલી બેદરકારીને લીધે આ દંડ ફટકારવામાં આવ્યો છે.

આરબીઆઇએ કહ્યું કે તેનો આ બેન્કોના ગ્રાહકોની સાથે કરવામાં આવેલી લેણ-દેણ અથવા કોઇ અન્ય સમજૂતિની યોગ્યતા પર સવાલ ઉઠાવવાનો કોઇ હેતુ નથી.

આ બેન્કોને દંડ ફટકારાયો :

આંધ્રપ્રદેશની વિશાખાપટ્ટનમ સહકારી બેન્કને સંપત્તી વર્ગીકરણ જોગવાઇ અને આવાસ યોજનાઓ માટે નાણાકીયથી સંબંધિત નિર્દેશોના ઉલ્લંઘન બદલ 55 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. નેલ્લોર કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ તેમજ કાકીનાડા કો-ઓપરેટિવ ટાઉન બેન્ક લિમિટેડ પર પણ 10-10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેન્દ્રપાડા શહેરી સરકારી બેન્ક પર 1 લાખ રૂપિયા તેમજ રાષ્ટ્રીય શહેરી સહકારી બેન્ક લિમિટેડ, પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તે ઉપરાંત ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ કર્મચારી સહકારી બેન્ક, તમિલનાડુ પર 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓટ્ટાપલમ કો-ઓપરેટિવ અર્બન બેન્ક લિમિટેડ પર 5 લાખ રૂપિયા તેમજ દારુસલામ સહકારી શહેરી બેન્ક, હૈદરાબાદ પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે.

પહેલા પણ આરબીઆઇ કાર્યવાહી કરી ચૂક્યું છે :

આપને જણાવી દઇએ કે આ મહિનાની શરૂઆતમાં પણ રિઝર્વ બેન્કે આઠ બેન્ક પર દંડ ફટકાર્યો હતો. તેમાં છત્તીસગઢ રાજ્ય સહકારી બેન્ક, ગોવા રાજ્ય સહકારી બેન્ક, ગઢા સહકારી બેન્ક, યવતમાલ શહેરી બેન્ક, જીલ્લા સહકારી કેન્દ્રીય બેન્ક, વરુદ શહેરી સહકારી બેન્ક, ઇંદાપુર શહેરી સહકારી બેન્ક અને મહેસાણા અર્બન-કો-ઓપરેટિવ બેન્ક સામેલ છે. આ આઠ બેન્કો ઉપર 1 લાખ રૂપિયાથી લઇને 40 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है