ક્રાઈમ

શંભુનગર પાસે બાઈક પર વિદેશી દારૂ લઈ જતા બે ઇસમોને ઝડપી પાડતી સર્કલ પોલીસ

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

શંભુનગર પાસે મોટર સાઇકલ પર વિદેશી દારૂ લઈ જતા 2 ઇસમોને ઝડપી પાડતી સર્કલ પોલીસ;

દેડીયાપાડા નાં સર્કલ પોલીસ ઇન્સ્પેટર પી.પી.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ , ધર્મેન્દ્રભાઈ તથા પોકિસ સ્ટાફના માણસો ચીકદા તરફ પેટ્રોલિંગમાં હતા, દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલી કે લાલ કલરની મોટર સાઈકલ પર માચ ચોકડી તરફ થી વિદેશી દારૂ લવાય છે. જે બાબતે તાત્કાલિક શંભૂનગર અને બોમ્બે કંપની રોડ પર વૉચ ગોઠવી 10 મિનિટ માં મોટર સાઇકલ નંબર MH-39-T-7814 ને ઉભી રાખી તપાસ કરતા તેઓની પાસેથી વિદેશી દારૂના દેશી શૌફ ક્વાટરિયા નંગ 400 કિંમત રૂપિયા 12,000 તથા હીરો કંપનીનું મોટર સાઇકલ કિંમત 30,000 તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 9,000 મળી કુલ કિંમત રૂપિયા 51,000 નો મુદ્દામાલ જપ્ત કરી કિશોર જયસિંગ વળવી,પંકજ ભીખા વળવી આ બન્ને રહેવાસી મહારાષ્ટ્ર નાઓને પકડી પાડી પ્રોહીબીસન એકટ કલમ 65 એ ઇ, 81,98 (2) મુજબ કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है