ક્રાઈમ

ડેડીયાપાડા પો.સ્ટે.ના આઠ લાખની ધાડનો ભેદ ઉકેલી રોકડ મુદ્દામાલ સાથે આરોપીઓને ઝબ્બે કરતી એલ.સી.બી.નર્મદા તથા ડેડીયાપાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

શ્રી હરિફણા પટેલ (IPS) પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી હિમકર સિંહ, (IPS), પોલીસ અધિક્ષક, નર્મદાનાઓ દ્વારા જીલ્લામાં મિલકત સબબ ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાની સુચના તેમજ માર્ગદર્શન અનુસંધાને શ્રી એ.એમ. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓના તથા શ્રી સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી. તેમજ એલ.સી.બી. પોલીસ સ્ટાફ મારફતે અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના અનુસંધાને જીલ્લામાં ડેડીયાપાડા પો.સ્ટે. એ-પાર્ટ ને. ૭૬૬/૨૦૨0 ઇ.પી.કો. કલમ ૩૯૫,૩ ૯૭, ૩૪ મુજબનો ગુનો તા.૨૭/૧0/૨૦૨૦ ના ક.૦૯/૪૫ વાગે બનવા પામેલ હતો. સદર ગુનાના કામે ચીકદા ખાતે આવેલ એસાર કંપનીના વેદાંત ફીલીગ સ્ટેશન પેટ્રોલ પંપની આવક રોકડા રૂ.૮,૦૮,000/-ની ફરીયાદી સુરત કો-ઓપરેટીવ બેન્કમાં જમા કરાવવા જતા હતા દરમ્યાન આ કામના આરોપીઓએ ફરીયાદીનો પલ્સર મોટર સાયકલ ઉપર પીછો કરી ફરીયાદીને માથાના ભાગે હોકી સ્ટીકથી મારી રોકડ રૂપિયાની લૂંટ કરી નાસી ગયેલ. ત્યારબાદ આ ગુનાની તપાસના કામે ટેકનીકલ સર્વેલન્સ આધારે પો.ઇન્સ.એલ.સી.બી. તથા પો.સ.ઇ. એલ,સી.બી. તથા એલ.સી.બી. ટીમ અને શ્રી એ.આર.ડામોર, પો.સ.ઇ. ડેડીયાપાડા તથા ડેડીયાપાડા પોલીસ ટીમ મારફતે અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરી નીચે મુજબના આરોપીઓને અટક કરી તમામ પાસેથી ગુનાના કામનો મુદામાલ રીકરવ કરવામાં આવ્યો.

(1) સુભાષભાઇ જેસીંગભાઇ વસાવા ઉ.વ.25 રહે. હરીપુરા તા.ઉમરપાડા જી. સુરતના પાસેથી તેના ઘરની પાછળ વાડામાં સંતાડેલ રોકડ રકમ રૂ. 1,70,000/- રીકવર કરી કબજે કરવામાં આવી. 

(2) અજયભાઈ મનજીભાઇ વસાવા ઉ.વ. 25 રહે, જરગામ તા.ડેડીયાપાડા જી.નર્મદાના પાસેથી તેના ખેતરમાં સંતાડેલા રોકડ રૂ. 78,800/- તેમજ ગુનામાં વાપરવામાં આવેલ પ્લેન્ડર પ્રો મોટર સાયકલ GJ-22-A-3092 કબજે કરવામાં આવી.

(3) રવિન્દ્ર નટવરસિંહ પાડવી રહે, રહે, નાલા તા.અક્કલકુવા જી.નંદુરબારના પાસેથી  તેના ઘરમાં રાખેલ રોડ રકમ રૂ.1,50,000/- રીકવર કરી કબજે કરવામાં આવેલ.

(4) મોતીલાલ ઉર્ફે મોટુ નારસિંહ પાડવી રહે. નાલા તા.અક્કલકુવા જી.નંદુરબારના પાસેથી તેના ઘરે રાખેલ રોકડ રકમ રૂ. 70,000/- તથા બજાજ પલ્સર મોટર સાયકલ નંબર GJ-26-AA-6124 ની મોટર સાયકલ રીકવર કરી કબજે કરવામાં આવી.

(5) ઉમેદસીંગ ગોવિંદસિંહ પાડવી ઉ.વ. 26 રહે. કાઠી (મુલગી) તા.અક્કલકુવા જી.નંદુરબારના પાસેથી લૂંટના પૈસાથી ખરીદેલ પલ્સર મોટર સાયકલ કિ.રૂ.1,40,000/- રીકવર કરી કબજે કરવામાં આવી.

પોલીસ અધિક્ષકશ્રી, નર્મદાનાઓએ જીલ્લામાં અનડીટેક્ટ ગુના ડીટેક્ટ કરવાની સુચના અનુસંધાને મિક્ત સબબ ગુનાઓને ડામવા તેમજ મિલ્કત સબબ ગુનાઓ આચરનારાઓની પ્રવૃતિને અંકુશમાં લાવવા સારૂ નર્મદાપોલીસ સતત પ્રયત્નશીલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है