ક્રાઈમ

ગેરકાયદેસર બંદુક સાથે ઇસમને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.ટીમ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
વાંસદા પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેસર બંદુક સાથે ઇસમને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.ટીમ:

નવસારી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.જી.રાણા સાહેબ નાઓએ અત્રેના નવસારી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ ચુંટણી અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે સારૂ ગેરકાયદેસર હથિયાર અંગેના કેસો શોધી કાઢવા અંગે સુચના આપેલ હોય પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પટેલ એસ.ઓ.જી. નવસારીનાઓએ એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ તે આધારે,

તા.૧૯/૦૨/૨૦૧૧ ના રોજ એ.એસ.આઇ કિશોરભાઇ ગુલાબભાઇ, અ.હે.કો દિનેશભાઇ ફુલસીંગભાઇ, પો.કો કિરણકુમાર દિનેશભાઇનાઓ વાંસદા પો.સ્ટે વિસ્તારમાં એસ.ઓ.જી. લગત કામગીરીમાં હતા. દરમ્યાન એ.એસ.આઇ. કિશોરભાઇ ગુલાબભાઇને બાતમી હકિકત મળેલ કે, “કણધાગામ ખોરા ફળીયુ તા.વાંસદા જી.નવસારી ખાતે રહેતો રામુભાઈ નાઓ પોતાના ઘરમાં વગર લાયસન્સ દેશી હાથ બનાવટની બંદુક રાખેલ છે”. જે બાતમી આધારે રાયુભાઈ બજનભાઈ કનસીયા ઉ.વ.૫૦ રહે કણધાગામ ખોરા ફળીયુ, તા.વાંસદા, જી.નવસારીના ઘરે રેઇડ કરતા (૧) દેશી હાથ બનાવટની ઠાસણી બંદુક આશરે કિં.રૂ.૫૦૦૦/-  (૨) ૫ નંગ છરા કિં.રૂ.૨૫/- મળી કુલ કિં.રૂ.૫૦૨૫/-નો મુદ્દામાલ મળી આવતાં કબજે કરવામાં આવેલ. હાલ COVID -19 મહામારીના કારણે નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ આરોપી અટક કરતાં પહેલાં COVID -19 રિપોર્ટ કરાવવો જરૂરી હોય આરોપીને ડિટેન કરેલ છે. આરોપી વિરૂધ્ધમાં હે.કો. દિનેશભાઇ ફુલસીંગભાઇ નાઓએ શસ્ત્ર અધિનિયમ હેઠળ ફરિયાદ આપતા વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है