ક્રાઈમ

ઇન્જેક્શનનોનું કાળા બજારી કરતા બે ઇસમોને કુલ-૦૯ રેમડેસિવીર” ઈજેક્શનો સાથે ઝડપી પાડતી ભરૂચ LCB:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતા “રેમડેસિવીર” ઇન્જેક્શનનોનું કાળા બજારી કરતા બે ઇસમોને કુલ-૦૯ રેમડેસિવીર” ઈજેક્શનો સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

હાલમાં ચાલતી કોરોના મહામારીમાં શંક્રમિત થયેલા અમુક ગંભીર દર્દીઓને ડોક્ટરની સલાહ મુજબ “રેમડેસિવીર” ઇજેક્શન આપવામાં આવે છે, જેથી આ “રેમડેસિવીર” ઇન્જેક્શનની વધતી માંગના લીધે કાળા બજારી શરૂ થઇ ગયેલ કે કાળાબજારી રોકવા માટે ગુજરાત સરકાર દ્વાણ આ ઇન્જેક્શનની અમુક ફીક્સ કિંમત અને વેચાણનું સ્થળ નક્કી કરવામાં આવેલ છે જેથી આ ઇન્જેક્શનનો સરળતાથી મળી રહે અને કાળા બજારી સદતંર બંધ રહે જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષકશ્રી હરીકૃષ્ણ પટેલ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ દ્વારા ઉપરોક્ત રેમડેસિવીર” ઇન્જેક્શનનોનું કાળા બજારી તથા અન્ય આરોગ્યલક્ષી સેવાઓ બાબતે ભરૂચ જીલ્લા એલ.સી.બી./ એસ.ઓ.જી તથા તમામ પોલીસ અધિકારીઓને વિશેષ ધ્યાન આપી ગુનાહીત જણાઇ આવે તો કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ જે અનુસંધાને જે.એન.ઝાલા પોલીસ ઇન્સપેક્ટરશ્રી એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલની પ્રવર્તમાન પરિસ્થીતીમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે અનુસંધાને અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી મળેલ માહીતી આધારે એક ફોરવ્હીલ આઇ-10 ગાડી નં.GJ-15-CN-0993 માં બે ઇસમોને “રેમડેસિવીર ઇન્જેક્શન નંગ-૦૨ તથા રોકડા રૂપિયા ૧,૭૭,૦૦૦/- સાથે અંકલેશ્વર જી.આઇ.ડી.સી.માં ગટુ વિધાલય, જોગસપાર્કની સામેથી ઉંચી કિંમતે વેચાણ કરવા જતા ઝડપી પાડેલ અને તેઓની વધુ પુછરપછ કરતા આ ઇજેક્શન પોતે નેત્રંગના ડો.સિધ્ધાર્થ મહીડા પાસેથી કાળા બજારી કરવા મેળવેલ આ ઉપરાંત અગાઉ પણ ઘણા ઇજેક્શનો મેળવી આ ઇજેક્શનો ૧૭,૦૦૦/- થી ૨૦,૦૦૦/- ના ભાવમાં વેચી દીધેલાની કેફીયત આપેલ છે અને ૦૭ ઇન્જેક્શનો ઘરે મુકી રાખેલની માહીતી અધારે આરોપીના ઘરેથી વધુ ૭ ઇન્જેક્શનો કબ્જે કરી બંને આરોપી વિરૂધ્ધ અક્લેશ્વર GIDC પો.સ્ટે. ગુ.ર.ન પાર્ટ “એ” ૦૫૪૦/૨૦૨૧ આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ ૭(૧)(એ) (i) તથા ડીઝસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૩ તથા ઇ.પી.કોકલમ ૧૧૪ મુજબનો ગુનો રજીસ્ટર કરી પકડાયેલ આરોપીઓએ ઇન્જેક્શનો કેવી રીતે મેળવ્યા ? કોને વેચાણ કર્યા ? અને કોને વેચાણ આપવાના હતા ? જે વિગેરે મુજબની તપાસ ભરૂચ SOG કરી રહેલ છે અને આગામી દિવસોમાં પણ આવા કાળાબજારી કરતા અસામાજીક તત્વોને ઝડપી પાડવા ભરૂચ પોલીસ સક્રીય છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) રાધવેન્દ્રસીંગ S/O મલખાનસીંગ બ્રેટેસીંગ ગૌર રહેવાસી હાલ- બી/૧૦૩, ગાર્ડનસીટી કોસમડી તા.અંકલેશ્વર જી.ભરૂચ

(૨) ઋષંક S/o મુકેશભાઇ બાબુલાલ શાહ રહેવાસી પ્લોટ નંબર-૨૦૩૦, સજ્જન ઇન્ડીયા કેલોની સામે ગોપાલ ડેરીની ગલીમા,જલધારા ચોકડી પાસે, જીઆઇડીસી એકલેશ્વર

કબ્જે કરેલ મુદ્દામાલ:-

(૧) “રેમડેસિવીર” ઇન્જેક્શન નંગ-૦૯ કિંમત રૂપિયા- ૧૮,૫૯૬/

(૨) અંગ ઝડતીના રોકડા રૂપીયા ૧,૭૭,૦૦૦/- (“રેમડેસિવીર” ઇન્જેક્શનો ઉંચા ભાવે વેચી મેળવેલ નાંણા) (૩) આઇ-10 ગાડી નંબર-GJ-16-CN-0993 કિંમત રૂ.૫,૦૦,૦૦૦/ (૪) અંગ ઝડતીના મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.૨૦,૦૦૦/ મળી કુલ જપ્ત કરેલ મુદ્દામાલ કિ રૂ. ૭,૧૫, ૫૯ ૬૪

જનતા જોગ અપીલ:-

હાલની પ્રવર્તમાન પરિસ્થીતી મુજબ કોવીડ-૧૯ ની મહામારીમાં પ્રશાશન તનતોડ મહેનત કરી રહેલ છે પરંતુ અમુક અસામાજીક તત્વો દ્વારા જરૂરીયાતમંદ લોકો પાસે આરોગ્યલક્ષી સેવાની જરૂરીયાતનો ફાયદો ઉઠાવી “રેમડેસિવીર” ઇન્જેક્શન તથા ઓકિસજનની કાળાબજારી કરતા અસામાજીક તત્વો ઉપર વૉચ રાખી સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જો આવા કાળાબજારી કરતાની હકિકત આપના ધ્યાને આવે તો અત્રે જીલ્લા પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે, ભરૂચ જીલ્લા પોલીસની જનતાને વિનંતી છે કે ફરજીયાત માસ્ક પહેરો, સોશિયલ ડીસ્ટન્સ જાળવો, રાત્રી કર્ફ્યુનું પાલન કરો અને સ્વયંશિસ્ત જાળવી ભરૂચ જીલ્લાને કૌવીડ સંક્રમણથી બચાવવામાં મદદ કરો,

સફળ કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ:-

જે.એન.ઝલા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.ભરૂચ, પો.સ.ઇ. એ. એસ. ચૌહાણ, પો. સ.ઇ. કે,એચ, સુથાર, પો.સ.ઇ. એસ.વી.ચુડાસમા, એ.એસ.આઇ.કનકસિંહ, પ્રદીપભાઇ, અ.હે.કો. ચેતનર્સિ, ચંદ્રકાન્તભાઇ, સંજયદાન, દીલીપભાઇ, દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है