ક્રાઈમ

આહવા તાલુકામાં તસ્કરો સક્રિય, ખેડૂતના ઘરઆંગણે ઘૂસણખોરી:

રાત્રિના અંધકારમાં ચોરીની ચળવળ, બોરખેત ગામે ગ્રામજનોમાં ભય:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

આહવા તાલુકામાં તસ્કરો સક્રિય, ખેડૂતના ઘરઆંગણે ઘૂસણખોરી:

રાત્રિના અંધકારમાં ચોરીની ચળવળ, બોરખેત ગામે ગ્રામજનોમાં ભય:

દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં શાંત ગણાતા બોરખેત ગામે રાત્રિના અંધકારમાં તસ્કરોનું તુફાન ફાટી નીકળ્યું છે. નિર્ભય બનીને ઘૂસણખોરી કરતા અજાણ્યા તસ્કરોએ ખેડૂતના આંગણામાંથી મોટરસાઇકલ ઉઠાવી લેતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે. બોરખેત ગામે રહેતા ખેડૂત કલ્પેશભાઈ વાઘમારેની મોટરસાઇકલ ચોરીની ગંભીર ઘટના સામે આવતાં ગ્રામજનોમાં ભય અને આક્રોશ બંને જોવા મળી રહ્યા છે.

ફરિયાદ અનુસાર, તારીખ ૦૬/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે લગભગ ૧૧ વાગ્યાના સમયે કલ્પેશભાઈ એ પોતાની મોટરસાઇકલ ઘરના આંગણામાં સુરક્ષિત રીતે પાર્ક કરી હતી. જોકે, મધરાતની શાંતિમાં તસ્કરો ચુપચાપ ઘરના આંગણામાં પ્રવેશ્યા અને આંખના પલકારા ઝપકે તેટલી તકમાં મોટરસાઇકલ ચોરીને ફરાર થઈ ગયા. બીજા દિવસે ૦૭/૦૨/૨૦૨૬ના રોજ વહેલી સવારે લગભગ ૬ વાગ્યે મોટરસાઇકલ ગાયબ હોવાનું બહાર આવતાં પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો.

ઘટનાની જાણ થતાં કલ્પેશભાઈ એ ગામમાં તથા આજુબાજુના વિસ્તારોમાં દોડધામ કરી વ્યાપક શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ અતા-પતા ન લાગતા અંતે આહવા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है