ક્રાઈમ

વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતા ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો પકડી પાડતી ભરૂચ SOG:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગ કરતા ગેરકાયદેસર બાયોડિઝલનો જથ્થો પકડી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ 

ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી, ભરૂચ પોલીસ ઇન્સપેકટરશ્રી કે.ડી.મેડોરા નાઓની સુચના આધારે પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા તથા પો.સ.ઈ.શ્રી એન.જે.ટાપરીયા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા સારૂ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ પ્રદિપભાઈ રમેશભાઈનાઓને બાતમીદારથી બાતમી મળેલ કે અંદાડા ગામ નજીક નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ હોટલ શિવકૃપાની સામે ગેરકાયદેસર બાયોડિઝલ ભરેલ ટેન્કર નંબર GJ-12-BV.9446 નુ ઉભેલ છે જેથી આ અંગે મામલતદારશ્રી અંકલેશ્વરનાઓને સાથે રાખી કાર્યવાહી કરતા ટેન્કર નંબર-GJ-12-BV-9446 માં ગેરકાયદેસર બાયોડિઝલ મળી આવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ અંગેની આગળની વધુ તપાસ એસ,ઓ.જી ભરૂચ યલાવી રહેલ છે.

પકડાયેલ આરોપી

(૧) GJ-12-BV-9446 ટેન્કરના ડ્રાઇવર હિતેષકુમાર રામનિવાસ શર્મા રહે.મુ.પો.મેંડ તા.વિરાટનગર જી.જયપુર (રાજસ્થાન)

કબજે કરેલ મદામાલની વિગતઃ

(૧) ટેન્કર નંબર- GJ-12-BV-9446 કિં.રૂ.૧૫,૦૦,000/

(૨) ટેન્કરમાં ભરેલ ગેરકાયદેસર બાયોડિઝલ આશરે ૪૦,૦૦૦/- લીટર કિં.રૂ.૨૪,૦૦,૦૦૦/ (૩) આરોપીનો મોબાઇલ ફોન મેડ ઇન ચાઇના કિરૂ. ૫૦૦/ કલ મદ્દામાલ રૂપિયા ૩૯,૦૦,૫૦૦

કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી:

પો.સ.ઇ.શ્રી એન.જે.ટાપરીયા, એ.એસ.આઈ દર્શકભાઈ ઘનશ્યામભાઈ,  હે.કો શૈલેષભાઇ ઇશ્વરભાઇ, પો.કો.સાગરભાઈ મનસુખભાઈ, પો.સ.ઇ.શ્રી એમ.આર.શકોરીયા,  એ.એસ.આઈ પ્રદિપભાઈ રમેશભાઈ, હૈ. કો ગોવિંદરાવ લક્ષ્મણરાવ, પો.કો.સુરેશભાઇ રામસીંગભાઇ.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है