ક્રાઈમ

રાજપીપળા નજીક ભદામ ટેકરા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયા ઝડપાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ભરૂચ જીલ્લા મથક  રાજપીપળા નજીક ભદામ ટેકરા પાસેથી દારૂ ભરેલી કાર સાથે બે ખેપિયાઓ ને પોલીસે ઝડપી પાડ્યા હતાં. 

નર્મદા જિલ્લા રાજપીપળા નજીક આવેલ ભદામ ટેકરા નજીક રાજપીપળા ટાઉન પોલીસે નકાબંધી દરમ્યાન એક કારમાંથી ૧૦, ૩૦૦ના વિદેશી દારૂ સાથે ગાડી મળી કુલ ૭૦,૮૦૦ નો મુદામાલ કબ્જે કરી બે ખેપિયાઓને ઝડપી પાડતા છે.

 રાજપીપળા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. ચૌધરીના સૂચનાના પગલે અ.પો.કો. મહેન્દ્રભાઈ તથા અ.પો.કો. નરેન્દ્રભાઈ પેટ્રોલીંગમાં હતા તે સમય દરમ્યાન પોઇચા તરફથી રાજપીપળા બાજુ એક કાર નં. જી.જે.૧૬.એમ.૪૮૧૬ દારૂ ભરીને આવતી હોવાની સંયુક્ત બાતમી મળતા મળેલ બાતમીથી પો.ઇન્સ. જે.જી ચૌધરી અને અ. લો.ર. અલ્પેશભાઈને મળેલ બાતમીથી વાકેફ કરી ભદામ ટેકરા પાસે વોચમાં હતા. તે સમયે પોઇચા બાજુથી બાતમીવાળી લીલા કલરની મારુતિ સઝુકી કંપનીની ફ્રન્ટી કાર આવતા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ કારચાલકે કાર રોકવાને બદલે પુરઝડપે હંકારી દીધી હતી ત્યારે પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી લાછરસ રોડ ઉપર કોર્ડન કરી ઉભી રખાવી તેમાં બેસેલા બે ઈસમો (૧) સંજયભાઈ કેશુરભાઈ વસાવા રહે હઝરપુરા તા.નાંદોદ જી.નર્મદા (૨) ફિરોઝ લાલુખાન ઘોરીની અટક કરી ગાડીની ઝડતી કરતા તેમાંથી ૧૦.૩૦૦ ની દારૂની બોટલો સહિત એક ફોર વહીલ ગાડી તેમજ મોબાઈલ મળી કુલ ૭૦,૮૦૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है