ક્રાઈમ

ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

વાલીયા ચાર રસ્તા ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વાલીયા પોલીસ

ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા જી.ભરૂચ નાઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશન/જુગારની અસામાજીક પ્રવૃત્તી અટકાવવા તેમજ શોધી કાઢવા આપેલ સુચના આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ દેસાઈ અંકલેશ્વર વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેક્ટર એસ.કે.ગામીત તથા સ્ટાફના માણસો સાથે વાલીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે નેત્રંગ તરફથી એક સફેદ રંગનો ટેમ્પા નંબર MH 04 F35218 ની ઉપર કાળા રંગની તાડપત્રી બાંધેલ છે અને પરાળના પુળીયાની ઘાસડીઓ ભરેલ છે તેના નીચે ઈંગ્લીશ દારુ ભરીને વાલીયા તરફ આવે છે તેવી બાતમી મળતા વાલીયા ચાર રસ્તા ખાતે સદર ટેમ્પાની વોચ રાખી ટેમ્પા નંબર MH 04 FJ 5218 ના ચાલકને ભારતીય બનાવટના અલગ-અલગ બ્રાન્ડ તથા ટીન બીયર ની કુલ ૨૦૫ પેટી જેમાં નાની મોટી બોટલ તથા ટીન બીયર નંગ ૫૮૫૬ કિંમત રૂપિયા ૮ ,૭૩,૬૦૦/- તથા અન્ય મુદ્દામાલ

મળી કુલ્લે કિંમત રૂપિયા-૧૨,૯૬,૬૦૦/- ના મુદ્દામાલ સાથે હસ્તગત કરવામાં આવેલ છે.

કબ્જે કરવામાં (૧) ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બનાવટની બોટલો તથા બીયર આવેલ મુદ્દામાલ ટીન મળી કુલ નંગ-૫૮૫૬ જેની કુલ કિંમત ૮,૭૩,૬૦૦/(ર) એક ટાટા કંપનીનો ટેમ્પો નંબર- MH 04 FJ 5218 કિ.રૂ.૪,૦૦,000/(૩) પરાળના પુળીયાની ધાસડીઓ નંગ-૨૨ કિ.રૂ.૨૨,૦૦૦/ (૪) આરોપીની અંગ ઝડતી માંથી મળી આવેલ રોક્ડા રૂ.૫૦૦/- તથા મોબાઇલ કિ.રૂ.૫૦૦/

પકડાયેલ:  (૧) તુલસીરામડા  છોટેલાલ રામપ્રસાદ યાદવ રહેવાસી-મહુવાડાવર, થાના- પૈકોલીચા, તા. હરૈયા જી. બસ્તી (યુ.પી.-272161) સરનાગી પોસ્ટ,

વોન્ટેડ- (૨) મોબાઈલ નંબર 8153827085 જેનુ નામઠામ ખબર નથી તે (૩) પકડાયેલ આરોપીને પ્રોહી મુદ્દામાલ ભરેલ ટેમ્પો આપનાર નામઠામ ખબર નથી

કામગીરી કરનાર અધિકારી કર્મચારી :

પોલીસ ઈન્સ્પેક્ટર એસ.કે.ગામીત, Asi ધરમસીંગ માનસીંગ, અ.હે.કો. મયંકકુમાર દિનેશચન્દ્ર પો.કો. રાકેશભાઇ યશવંતભાઇ, પો.કો. ચેતનભાઇ રમેશભાઇ, પો.કો, ગુલાબભાઇ મગનભાઇ, પો.કો. કલ્પેશભાઇ ગંભીરસિંહ, પો.કો. દેવજીભાઇ સીંગાભાઇ, પો.કો. મહેશભાઇ પરભુભાઇ પો.કો, સંજયભાઇ સુખદેવભાઇ પો.કો, પ્રતાપભાઇ ભરતભાઇ પો. કો આશિષભાઇ સુરેશભાઇ, લો.પો.કો. કૌશિકભાઇ સુરેશભાઇ, લો.પો.કો. જગદીશભાઇ બોઘાભાઇ, ડ્રા.પો.કો. અશોકભાઇ જયંતીભાઇ

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है