
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
બેસણા ગામ પાસે કુલ રૂપિયા 60,100ના મુદ્દામાલ સહિત વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી LCB નર્મદા;
તારીખ 19 જૂન 2021 શનિવારના રોજ અમલદાર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ તથા પ્રકાશભાઈ , રાકેશભાઈ તેમજ પંચો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે માલ સામોટ તરફથી બે મોટર સાઇકલ નંબર પ્લેટ વગરની આવતી હોવાનું જાણ થતાં, જે બાબતે પેટ્રોલિંગ દરમ્યાન વોચ રાખી બેસણા ગામની સીમમાં રોડ ઉપર ગુલશન ઇદીયા વસાવા થતા મોટર સાઇકલ મૂકી નાસી જનાર ગંભીર ડુલીયા વસાવા બને રહેવાસી સામોટ સરી ફળિયું જેઓ પાસે નંબર પ્લેટ વગરની પલ્સર મોટર સાઇકલ કિંમત રૂપિયા 30,000/- તથા કોથળા માંથી ટીન બિયર નંગ 89 કિંમત રૂપિયા 8,900/- તથા કરીઝમાં મોટર સાઇકલ ઉપર મુદ્દામાલ લાવનાર ભરત વિટલા વસાવાએ પોતાના સસરાના ઘરે ઉતારેલો માલ કિંગ ફિશર ટીન નંગ 212 કિંમત રૂપિયા 21,200 મળી કુલ રૂપિયા 60,100 નો મુદ્દામાલ જપ્ત કરી તથા મદદગારી કરનાર સ્વપનીલ બિયર બાર અક્કલકુવા આ તમામ વિરુદ્ધ પ્રોહીબીસન એકટ કલમ 65 એ ઇ, 81,98(2) મુજબ ફરિયાદ દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.