ક્રાઈમ

પ્રોહી એક્ટ મુજબના ગુનામાં છેલ્લા છએક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી SOG તાપી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

બારડોલી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં.(૧) ૪૩૦/૧૪, (૨) ૧૦૦૫/૨૦૧૪ પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) બી ૬૫ એ ઇ, ૧૧૬ (૨),૮૧ એક્ટ મુજબના ગુનાના છેલ્લા છએક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી. તાપી: 

પોલીસ મહાનિદેશક શ્રી સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્ર ક્રમાંક સી.આઇ.સેલ/૯૨૬/૧૯ તા.૦૫/૦૬/૨૦૧૯ ના અન્વયે રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચાલુ રાખવા સુચના આપેલ હોય, પોલીસ અધિક્ષકશ્રી તાપી નાઓએ તાપી જીલ્લાનાં નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ તથા બીજા રાજ્યના નાસ્તા ફરતા આરોપીઓ પકડવા સુચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.સી.ગોહિલ, એસ.ઓ.જી તાપી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ. બ.નં. ૬૬૩ તથા પો.કો. ધનંજયભાઇ ઇશ્વરભાઇ, બ.નં- ૭૭ તથા પો.કો. વિપુલભાઇ રમણભાઇ. બ.નં- ૫૦૬ તથા પો.કો. દિગ્વિજયસિંહ કોદરસિંહ. બ.નં- ૫૨૩ નાઓ સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ બ.નં. ૯૬૩ નાઓને મળેલ બાતમી આધારે બારડોલી પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. (૧) ૪૩૦/૧૪ તથા (૨) ૧૦૦પ/૨૦૧૪. પ્રોહી એક્ટ કલમ- ૬૬ (૧) બી ૬૫ એ, ઇ, ૧૧૬(૨), ૮૧ મુજબના આરોપી કાંતુભાઇ કોઠીયાભાઈ માવચી/ગામીત ધંધો. રીક્ષા ડ્રાઇવર ઉ. વ. 40 ખેખડા ધરીપાડા ફળીયું તા- નવાપુર જી.નંદરબાર (મહારાષ્ટ્ર) નાનો બાતમી આધારે ઉપરોક્ત ગુનાના કામે સી.આર.પી.સી. કલમ- ૪૧(૧) આઇ મુજબ અટક કરવામાં એસ.ઓ.જી. તાપીને સફળતા મળેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है