ક્રાઈમ

પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા LCB:

શ્રોત :  ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ:

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપી નાઓએ તાપી જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે આધારે શ્રી,એચ.સી.ગોહિલ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી નાઓ દ્વારા એલ.સી.બી. ટીમને નાસતા-ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલ.

આજરોજ અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ બ.નં-૩૯૧ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી આધારે સુરત ગ્રામ્ય જીલ્લાના માંડવી પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નંબર ૧૧૨૧૪૦૩૨૨૦૨૧૭૫/૨૦૨૦ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૮૩, ૯૮(૨),૧૧૬(બી) મુજબના ગુનાના વોન્ટેડ આરોપીઓને પીઠાદરા બી.એસ.એન.એલ. ટાવરની સામે આવેલ નરવરજીભાઈની દરજીની દુકાનના ઓટલા ઉપરથી (૧) નિતેશભાઈ સંજયભાઈ ગામીત રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી તથા (૨) વિપુલભાઈ હીરાલાલ ગામીત રહે.પીઠાદરા પટેલ ફળીયુ તા.ડોલવણ જી.તાપી (૩) અક્ષયભાઈ દિપકભાઈ ચૌધરી રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી (૪) જગદીશભાઈ રમેશભાઈ ગામીત રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી (૫) જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ઇશ્વરભાઈ ચૌધરી રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી (૬) નવરજીભાઈ છનીયાભાઈ ચૌધરી રહે.પીઠાદરા દાદરી ફળીયુ તા.ડોલવણ જી.તાપી (૭) ધર્મેશભાઈ ઉર્ફે રાયસિંગભાઈ નરેશભાઈ ચૌધરી રહે.અંધારવાડી ગાયત્રી મંદિર ફળીયુ તા.ડોલવણ જી.તાપીઓને પકડી પાડી આગળની વધુ કાર્યવાહી સારૂ ડોલવણ પો.સ્ટે.ને સોંપેલ છે.

આ કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના અ.હે.કો. સ્નેહલભાઈ ગોવિંદભાઈ ગામીત બ.નં.૬૫૮, અ.હે.કો. લેબજીભાઈ પરબતજીભાઈ બ.નં.૬૮૦, અ.પો.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ બ.નં.૩૯૧, અ.પો.કો. શશિકાન્ત તાનાજીભાઈ બ.નં.૪૦૮ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈ બ.નં.૦૧૮૫ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है