
સુરત, ૨૮:૭:૨૦૨૦ સુરતનાં ઓવિયાણ ગામે નંદેશ્વર ગૌશાળા ખાતે ૩૫૦૦થી વધુ ગાયોનું પાલનપોષણ કરાય છે! અહી સહાય કે અન્ય મદદ આજદિન સુધી ન ચૂકવાતા વહીવટદારો સાથે હજારો ગૌધન મુશ્કેલીમાં! સરકારની નીતિ કે પછી જવાબદારોની નિષ્કાળજી કહેશો?
નંદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે, રાજય સરકાર તરફથી જાહેર કરાયેલ સહાય ન ચૂકવાતા વહીવટદારો મુશ્કેલીમાં. ગૌધન પ્રત્યે સરકાર અથવા સામાજિક સંસ્થાનો સાહનુંભુતી દર્શાવે તે જરૂરી! નંદેશ્વર ગૌશાળા ઓવિયાણની હાલની પરિસ્થિતિ ઘણી કઠણ છે, સોસીયલ મીડિયામાં લખવું, પ્રેમ બતાવવો, એટલે કે કથની અને કરણીમાં બહુ ફેર હોય છે અને નંદેશ્વર ગૌશાળા ઓવિયાણ અહીંની પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફર્ક જોવાં મળે છે:
નદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, પરંતુ એક ગાય માતા દીઠ ૨૫ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી આ સહાય ચુકવવામાં આવી નથી તે પ્રશ્ને તથા દર મહિને ૩૦ થી ૩૫ ગૌમાતા ગોલોક સિધાવે છે, આ ગૌ માતાના અંતિમ નિકાલ ની વ્યવસ્થા કરવા અંગે, સુરત જિલ્લા પંચાયતનાં સભ્ય દર્શનભાઈ નાયક દ્વારા સુરતનાં.કલેક્ટર, સુરત,.મ્યુનિસિપલ કમિશ્નર ,સુરત મહાનગર પાલિકા,તથા સુરત જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી .અગાઉ ગો માતાનાં અંતિમ નિકાલની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવતી હતી જે છેલ્લા ત્રણ વર્ષથી બંધ કરી દેવામાં આવી છે.૩૫૦૦ ગાયોમાંથી માત્ર ૧૦ થી ૧૨ ગાયોજ દૂધ આપે છે જેથી આવક પણ કોઈ નથી,દર્શનભાઈ નાયકે આ પ્રશ્ન હલ કરવા અને જે ગાય દીઠ સહાય મળે છે તે તાકીદે ચુકવવામાં આવે એવી માંગ કરી છે.