ક્રાઈમ

દેડીયાપાડા-મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર વેપારીઓને રાત્રીના સમયે લુટતી રાજ્ય બહારની ટોળકી ઝડપાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા-મોવી સ્ટેટ હાઇવે રોડ ઉપર વેપારીઓને રાત્રીના સમયે લુટતી રાજ્ય બહારની ટોળકી ઝડપાઇ;

નર્મદા જિલ્લામાં તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ આ કામના ફરીયાદી શ્રી અક્ષય પરસોતમદાસ દેસાઇ રહે વડોદરા નાઓ હાટ મોઇદા (મહારાષ્ટ્ર) થી કપાસ આઇસર ટેમ્પા ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર-જીજે-૧૬-ટીસી ૦૦૩૬ માં કપાસ ભરીને અક્કલકવા ખાતે આવેલ અને અક્કલકવાથી ડ્રાઇવર ઈસ્તીયાકઅલી મહમદયુસુફ મકરાણી તથા ક્લીનર તરીકે અલ્તાન નાસીર હુશેન મકરાણી બન્ને રહે-મોટા રાજમોવી તા અલવા જિલ્લો નંદુરબાર નાઓ સાથે કલેડીયા તા.સંખેડા જિલ્લો-છોડાઉદેપુર ખાતે જવા સારૂ નીકળેલ તે વખતે દેડીયાપાડા થી આગળ રાજપીપલા તરફ પણગામ ગામથી આગળ આવેલ જંગલ ખાતાની નર્સરીથી આગળ આવેલ ટાળ પાસે આવતા ત્રણ અજાણ્યા આરોપીઓ મોટર સાઇકલ ઉપર આવી આઇસર ટેમ્પા આગળ મો.સા.આડી ઉભી કરી ડ્રાઇવર-ઈસ્તીયાકઅલીની ફેટ પકડી તથા ફરીયાદીના ગળા ઉપર ચપ્પુ રાખી આ કામના ફરીએ ગળામાં પહેરેલ સોનાની એક તોલાની ચેન નગ-૧ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા રેકમી કંપનીનો મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ.૪૦૦૦/- તથા પાકીટમાં રાખેલા રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦/-તથા ડ્રાઈવરનો મોબાઈલ નંગ-૧ કિ.રૂ.૪૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૯૮.૦૦૦/-નો મુદ્દામાલ લુટ કરી નાસી ગયા હતા, જેથી ઉપરોક્ત ત્રણ અજણ્યા ઇસમો વિરૂધ્ધ દેડીયાપાડા પો.સ્ટે.એપાર્ટ ગુ.ર.નંબર-૧૧૮૨૩૦૦૪૨૨૦૨૧૦૪૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૯૨,૩૯૭,૩૪૧,૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો.

શ્રી એ.એસ.વસાવા પો સબ ઇન્સ. દેડીયાપાડા પો.સ્ટ, નાઓએ ભોગ બનનાર ફરીયાદી તથા ડ્રાઇવરની યુક્તિ પ્રયુક્તીથી પુછપરછ કરતા આ કામે ડ્રાઇવર-ઈસ્તીયાકઅલી મહમદયુસુક મકરાણી રહે મોટા રાજમોવી તા.અલકુવા જિલ્લો-નંદુરબાર નાઓ આરોપી રહે-નાની ભાંગી પડેલ અને સદર ગુનાને આરોપી (૧) સાજીદખાન નફીસ ખાન મકરાણી ઉ.વ.આ.૩૦ રહે.નાની રાજમોવી, મસ્જીદ સામે તા.અક્કલકુવા જિલ્લો-નદુરબાર (મહારાષ્ટ્ર) તથા (૨) અબ્દુલ રહેમાન રમજાન મકરાણી ઉ.વ.આ.૨૦ તથા (૩) મોઇનુદીન તમીજુદ્દીન મકાણી ઉ.વ.આ.૩૬ બંને રહે-મોટી રાજમોવી, મસ્જીદ સામે તા અક્કલકુવા જિલ્લો-નદરબાર (મહારાષ્ટ્ર) નાઓએ અંજામ આપેલ હોવાની હકિકત જણાવેલ હતી. જેથી દેડીયાપાડા પોલીસ ઉપરોક્ત ત્રણ આરોપીઓની વોચ તપાસમાં હતી તે દરમ્યાન ઉપરોક્ત ત્રણેય આરોપીઓ સેલંબા તા.સાગબારા ખાતે આવેલ હોવાની હકિકત આધારે ઉપરોક્ત ત્રણેવ આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ અને પકડાયેલ ત્રણેય આરોપીઓની કડકાઇથી પુછપરછ કરતા ત્રણેય આરોપીઓ સાથે આરોપી નંબર (૪) સાહબુદ્દીન કબુદીન મકરાણી ઉ.વ.આ.૩૦ રહે અલકૂવા, કેસ હોટેલ પાછળ તા અલકવા જિલ્લો-નંદુરબાર (મહારાષ્ટ્ર) (ટેમ્પો ટ્રાન્સપોર્ટમાં ભાડેથી રાખનાર) તથા (૫) ઇસ્તીયાક અલી યુસુફ ખલી મકરાણી ઉ.વ.આ.૨૬ રહે-મોટી રાજમોવી, મસ્જીદ સામે તા.અક્કલકુવા જિલ્લો-નંદુરબાર (મહારાષ્ટ્ર) (આઇસર ટેમ્પાનો ડ્રાઇવર) નાઓ પણ સામેલ હોવાની હકિકત જણાવતા આરોપી નંબર (૪) તથા (૫) ને પણ અટક કરવામાં આવેલ છે. અને આરોપીઓ પાસેથી પ્લેટમાં ગયેલ મુદામાલ રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા સોનાની ચેઇન નંગ-૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ફરીયાદીનો મોબાઇલ-૦૧ કિ.રૂ.૪,૦૦૦/- તથા ડ્રાઇવરનો મોબાઇલ કિ.રૂ.૪૦૦૦૮- તથા આરોપીઓ ગુનો આચરતી વખતે વાપરેલ મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૮૦૦૦/- કબ્જે લેવામાં આવેલ છે તથા ગુનામાં વાપરેલ મોટર સાઇકલ તથા હથિયાર બાબતે હાલમાં તપાસ ચાલુ છે.

આ કામે આરોપી સાહબુદીન કુત્બુદીન મકરાણી હાલ રહે-અલકુવા, કેન્ડ્સ હોટેલ પાછળ તા.અક્કલકુવા જિલ્લો-નંદુરબાર (મહારાષ્ટ્ર) મુળ રહે-પાટ તા.સાગબારા જિલ્લો-નર્મદા નાઓએ સૌનુ અગ્રવાલ રહે સેલબા તા.સાગબારા જિલ્લો-નર્મદા નાઓનો આઇસર ટેમ્પા ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર જીજે ૧૬-ટીસી-૦૦૩૬ નો મસ્તાન ટ્રાન્સપોર્ટ અક્કલકુવા ખાતે રોજીંદા ૨૫૦૦/- રૂપિયા ભાડા પેટે રાખેલ હોય અને આ કામે ફરીયાદી અક્ષયભાઇ નાઓ ઘટમોઇદા ખાતે વધારે કપાસની ખરીદી કરવા સારૂ આવેલ હોય નાની ટેમ્પો ભાડેથી મળતા ઓછો કપાસ ખરીદી કરેલ અને આ કામના કરીયાદી પાસે મોટી રોકડ રકમ હોવાનું જાણતા હોય અને આરોપી ગુજરાત રાજ્યના હોય જેથી અન્ય આરોપીઓ સાથે મળી આ કામના ફરીયાદીને લુંટવા સારૂ કાવતરૂ ઘડેલ હતું અને ફરીયાદીને લુંટવા સારૂ સાથે ડ્રાઇવર તરીકે ઇસ્તીયાક અલી યુસુફ અલી મકરાણી રહે-મોટી રાજમોવી, મસ્જીદ સામે તા.અક્કલકવા જિલ્લો-નદરબાર (મહારાષ્ટ્ર) નાઓને મોકલેલ અને બાકીના ત્રણ આરોપીઓ આઇસર ટેમ્પાની પાછળ પાછળ આવેલ હતા અને ટેમ્પો કર્યા પહોંચેલ છે જે આરોપી સાહબુદ્દીનભાઇ નાઓ ડ્રાઇવરને ફોન કરી ટેમ્પાનું લોકેશન જાણી આરોપી સાજીદભાઇને જણાવતા હતા અને તમામ આરોપીઓએ કોઇ સુમસામ જગ્યાએ વેપારીને લૂંટવાનું નક્કી કરેલ હોય જેથી ઘણગામ ગામથી આગળ જંગલ ખાતાની નર્સરી પાસે સુમસામ જંગલ હોય અને કોઇ વાહનની અવર જવર ન હોય જેથી આરોપી ડ્રાઇવરે આયોજન મુજબ સાઇ સીગ્નલ આપી આઇસર ટેમ્પો ઉભો રાખેલ અને ત્રણ આરોપીઓ મોટર સાઇકલ ઉપર આઇસર ટેમ્પાની પાછળ પાછળ આવતા હોય જેઓએ ટેમ્પા આગળ મો.સા.ઉભી કરી દીધેલ અને ડ્રાઇવરે પોતાની સાઇડનો દરવાજો ખોલી દઈ લોખંડ ની પટ્ટી ઉપર કાળા રબર બાંધી છરા જેવી દેખાવ કરી ફરીયાદીને કરાવી ફરી.એ ગળામાં પહેરેલ સોનાની એક તોલાની ચેન નંગ-૧ કિ૭ ૪૦,૦૦૦/- તથા રેકમી કંપનીનો મોબાઈલ નંગ-૦૧ કિ.રૂ,૪૦૦૦/- તથા પાકીટમાં રાખેલા રોકડા રૂપિયા ૧,૫૦,૦૦૦/- લુટી લીધેલ અને આરોપી ડ્રાઈવર ખારોપીઓ સાથે સામેલ છે તે બાબતે કોઇને શંકા ન જાય તે માટે ડ્રાઇવરનો મોબાઈલ નંગ ૧ કિ.રૂ.૪૦૦૦/- પણ લુંટી લીધેલ હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है