ક્રાઈમ

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરાયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી

વાલીયા ખાતે આવેલ ગોદરેજ કંપનીમા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરાયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ:

ભરૂચ જીલ્લામા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.લીના પાટીલ નાઓ તરફથી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે દરમ્યાન ગઇકાલ તા-૦૬/૦૪/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી.એન.સગર નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરમ્યાન ગઇ તા ૩૧/૦૩/૨૦૨૨ ના રોજ વાલીયા પો.સ્ટે.મા ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ હોય જેમા કોઇ અજાણ્યા ચોર ઇસમોએ વાલીયા ખાતે આવેલ ગોદરેજ કંપનીના સ્ટોર રૂમમાંથી કંપનીના એસ.એસ. ના મટીરીયલની ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે ગુનાવાળી જગ્યાની વિઝીટ કરવામા આવેલ અને સી.સી.ટી.વી ફુટેજ નો અભ્યાસ કરી મળી કુટેજ આધારે હ્યુમન ઇન્ટેલીજન્સ થી તપાસ કરતા હકીકત મળેલ કે, આ ચોરીના ગુનામા સંડોવાયેલ ચોર ઇસમ વાલીયા તાલુકાના કનેરાવ ગામની સીમમા ચોરી કરેલ મુદ્દામાલ સગે વગે કરવાની તૈયારીમા છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વાલીયા તાલુકાના કનેરાવ ગામની સીમમા તપાસ કરી ગોદરેજ કંપનીમાંથી ચોરીમા ગયેલ તમામ મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલીયા પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછ તેમજ પોકેટ્કોપ મોબાઇલ મારફતે ખાત્રી કરતા પકડાયેલ આરોપી વર્ષ ૨૦૨૦ મા ભરૂચ તાલુકાના ચાવજ મુકામે આવેલ વિડીયોકોન કંપનીમા થયેલ ઘરફોડ ચોરીના ગુના બાબતે ભરૂચ શહેર સી” ડીવી.પો.સ્ટે. મા રજીસ્ટર થયેલ ઘરફોડ ચોરીના ગુનામા વોન્ટેડ હોવાનુ જણાઇ આવેલ છે.

પકડાયેલ આરોપી:

પિયુષ ઉર્ફે પ્રવિણ ઉર્ફે બાંડીયો ગોમાનભાઇ વસાવા રહે- કનેરાવ તા-વાલીયા જી-ભરૂચ

કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ

(૧) એસ.એસ ના નવા એલ્બો નંગ-૦૨ (૨) એસ.એસ.ના નવા વાલ્વ નંગ-૦૨ (૩) એસ.એસ. ના નવા રીડુયસર નંગ-૦૨ (૪) એસ.એસ.ના ૬ ઇંચના આશરે ૦૨ મીટર લંબાઇના પાઇપ નંગ ૦૨ તથા (૫) એસ.એસ.ના ર” ઈંચના નાના-મોટા કાપેલ પાઇપ નંગ.-૦૮ મળી તમામની કુલ કી. રૂ.૪૫,૦૦૦/- નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલ ગુનો- વાલીયા પો.સ્ટે. ગુ.ર.નંબર- ૧૧૧૯૯૦૫૦૨૨૦૩૦૬/૨૦૨૨ ઇ.પી.કો.ક-૪૫૭, ૩૮૦, ૧૧૪

વોન્ટેડ ગુનાની વિગત:

ભરૂચ શહેર “સી” ડીવી. પો.સ્ટે. ગુ.ર.નંબર-૧૧૧૯૯૦૦૧૨૦૧૧૪૯/૨૦૨૦ ઇ.પી.કો.ક- ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ

કામગીરી કરનાર અધિકારી /કર્મચારીના નામ:

પો.સ.ઇ. વાય.જી.ગઢવી તથા હે.કો.ચંદ્રકાંતભાઇ,હે.કો.અજયભાઇ. હે.કો.ઉપેન્દ્રભાઇ હે.કો.દિલીપકુમાર ,હે.કો.વર્ષાબેન જયરાજભાઇ ભરતભાઇ એલ.સી.બી. ભરૂચ

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है