ક્રાઈમ

એકજ યુવતીના ૨૭ થી વધારે વખત લગ્ન કરાવી છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર મહિલાને પોલીસે ઝડપી પાડી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી 

ગુજરાતના ૧૪ જીલ્લાઓમાં એકજ યુવતીના ૨૭ થી વધારે વખત લગ્ન કરાવી છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર મલેશીયા કાંડની મુખ્ય સુત્રધાર મહિલા આરોપી બહેનને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરીક્રુષ્ણ પટેલ સાહેબ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા આરોપી પકડવા સારૂ તથા પેરોલ, ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તા તથા જેલ ફરારી કેદી આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકિકત આધારે ભરૂચ શહેર ‘બી’ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં. । ૪૭/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૩૬૦, ૩૬૧, ૩૬૪(ક), ૩૬૫, ૩૬૬, ૩૬૭, ૩૭૦, ૩૭૧, ૩૭૨, ૩૭૬, ૩૪૨, ૩૪૪, ૩૪૬, ૩૪૭, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૪૨૦, ૩૮૪, ૫૦૬, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા ઈમમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એક્ટ ૩,૪,૫,૬,૯ મુજબના ગુન્હો છેલ્લા ચાર વર્ષથી પોલીસ ધરપકડથી દુર મહિલા આરોપી બહેન :- વહિદા ઉર્ફે મુન્ની ઉર્ફે મીના અલ્લરખા પઠાણ રહે. રંગટા સ્કુલની પાછળ, સુથીયાપુરાની ખાડી, ભરૂચનાનીને આજે તા.ર૭/૦૫/૨૦૨૧ નારોજ તેના ઘર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ભરૂચ શહેર એ ડિવિ પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ગુન્હાની એમ.ઓ. :- આ કામે મહિલા આરોપી બહેને ભોગ બનનાર બહેનશ્રીના લગ્ન કરાર જુદા-જુદા ખોટા નામવાળા લગ્ન કરાર સ્ટેમ્પ પેપર તૈયાર કરી ખોટા દસ્તાવેજો બનાવી ફરી.ને કોઈ પણ જાતનું વળતર નહિ આપી લગ્ન કરાવી ઠગાઈ છેતરપીંડી કરી વિશ્વાસઘાત કરવાની એમ.ઓ. ધરાવે છે.

ગુનાહિત ઇતિહાસ :- મલેશીયા ખાતે આચરેલ ગુન્હામાં ચાર વર્ષ સુધી મલેશીયા જેલમાં સજા ભોગવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા વુ.પો.કો. નિતાબેન રમણસિંહ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है