ક્રાઈમ

અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ઝઘડીયા પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ;

 પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ. શ્રી બી.ડી.વાઘેલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ઝગડીયા પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ – એ ૦૮૪૧/૨૦૨૦ ઈ.પી.કો. ૩૬૩, ૩૬૬, ૫૦૪ ૫૦૬(૨), ૧૧૪ પોક્સો એક્ટ કલમ ૪,૬,૧૨,૧૭ મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી કીશનભાઇ રાયજીભાઇ વસાવા રહે. ખરચી , ભીલવાડા તા. ઝઘડીયા જી.ભરૂચનાને તા.૩૧/૦૧/૨૦૨૨ નારોજ ઝઘડીયા વાલીયા ચોકડી ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ ઝઘડીયા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है