બિઝનેસ

અગામી 1 લી જૂન 2022 થી ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કાનું અમલીકરણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, વેબ ટીમ 

1 લી જૂન 2022 થી ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કાનું અમલીકરણ:

23 જૂન 2021 થી દેશના 256 જિલ્લાઓમાં ભારતીય માનક બ્યુરો દ્વારા ફરજિયાત હોલમાર્કિંગના સફળ અમલીકરણ પછી, જેમાં દરરોજ ૩ લાખથી વધુ સોનાની વસ્તુઓને HUID સાથે હોલમાર્ક કરવામાં આવે છે, 04 એપ્રિલ 2022ના રોજના સોનાના દાગીના અને કલાકૃતિની હોલમાર્કિંગ (સુધારો) ઓર્ડર, 2022 મુજબ 01 જૂન 2022 થી ફરજિયાત હોલમાર્કિંગનો બીજો તબક્કો અમલમાં મૂકવા માટે સરકાર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે. ફરજિયાત હોલમાર્કિંગનો બીજો તબક્કો ભારતીય માનક IS 1417 માં ઉલ્લેખિત સોનાના દાગીના/ કલાકૃતિઓના વધારાના ત્રણ કેરેટેજને એટલે કે 20, 23 અને 24 કેરેટને અને ફરજિયાત હોલમાર્કિંગ શાસન હેઠળ 32 નવા જિલ્લાઓ જ્યાં ફરજિયાત હોલમાર્કિંગ ઓર્ડરના પ્રથમ તબક્કાના અમલીકરણ પછી AHC ની સ્થાપના કરવામાં આવી છે તેમને આવરી લેશે. જિલ્લાઓની યાદી BIS વેબસાઇટ www.bis.gov.in પર ઉપલબ્ધ છે.

BIS એ એક જોગવાઈ કરી છે કે સામાન્ય ઉપભોક્તા તેમના હોલમાર્ક વગરના સોનાના દાગીનાની શુદ્ધતા BIS માન્ય એસેઈગ એન્ડ હોલમાર્કિંગ સેન્ટર્સ (AHC) પર પરીક્ષણ કરાવી શકે છે.

AHC અગ્રતાના આધારે સામાન્ય ગ્રાહકો પાસેથી સોનાના દાગીનાનું પરીક્ષણ હાથ ધરશે અને ગ્રાહકને પરીક્ષણ અહેવાલ પ્રદાન કરશે અને ગ્રાહકને જારી કરાયેલ ટેસ્ટ રિપોર્ટ ગ્રાહકને તેમની જ્વેલરીની શુદ્ધત્તા વિશે ખાતરી આપશે અને જો ગ્રાહક તેની પાસે પડેલી જ્વેલરી વેચવા માંગે તો તેમાં પણ ઉપયોગી થશે.

4 આર્ટિકલ સુધીના સોનાના દાગીનાના ટેસ્ટિંગ માટે 200 રૂપિયાનો ચાર્જ છે. 5 અથવા એનાંથી વધુ આર્ટિકલ માટે પ્રતિ આર્ટિકલ લેખે 45 રૂપિયા ચાર્જ છે.

ગ્રાહકના સોનાના દાગીનાના પરીક્ષણ અંગેની વિગતવાર માર્ગદર્શિકા અને માન્ય એસેઇંગ અને હોલમાર્કિંગ કેન્દ્રોની યાદી BIS વેબસાઇટ www.bis.gov.in ના હોમ પેજ પર ઉપલબ્ધ છે.

ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલ HUID નંબર વાળા હોલમાર્ક વાળા સોનાના દાગીનાની પ્રમાણિકતા અને શુદ્ધતા BIS CARE એપમાં ‘વેરીફાઈ HUID’ નો ઉપયોગ કરીને પણ ચકાસી શકાય છે જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है