બ્રેકીંગ ન્યુઝ

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ વ્યારા દ્વારા અનેક માંગણીઓ સહીત આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ વ્યારા દ્વારા અનેક માંગણીઓ સહીત આવેદન પત્ર આપવામાં આવ્યું:

આજ રોજ 1લી મે 2022 ના વિશ્વ મજુર દિન નિમિત્તે વ્યારા તાલુકાનાં આદિવાસી ભાઈ-બહેનો આ આવેદન પત્ર આપીને નીચેના ક્રમ મુજબની માંગણીઓ રજુ કરી કરી હતી:

૧. મનરેગા કાયદા મુજબ દરેક કુટુંબને ૧૦૦ દિવસની મળે છે. જે હાલ મોંઘવારીમાં મજુરી આધારિત કુટુંબોનું ભરણ પોષણ થાય તેમ નથી તો દરેક કુટુંબને દરેક વ્યક્તિને ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડો.

ર. અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત દરેક રેશનકાર્ડ ધારકને ગેસના બાટલાની કિંમતમાં બેફામ વધારો થતો હોય જેથી ફરી પાછુ કેરોસીન દરેક કાર્ડમાં આપવાનું ચાલુ કરો.

૩. હાલમાં પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, ખાદ્યતેલ વગેરેમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જે તાત્કાલિક ધોરણે ઓછો કરો.

૪. હાલમાં સરકારશ્રી દ્વારા વિધવા બહેનોને માસિક રૂ।.૧૨૫૦/- ની સહાય મળે છે, જેમાં વધારો કરી રૂ|.૩૦૦૦/ કરવામાં આવે તે માટેની વ્યવસ્થા કરો.

૫. ભારતીય સંવિધાનની પાંચમી અનુસુચિત વિસ્તારમાં પૈસા કાયદો ૧૯૯૬ ના સંપુર્ણ અમલ થાય અને ગામે ગામ ગ્રામસભા ભરાય ને અસરકારક અમલીકરણ કરો.

૬. વ્યારા તાલુકા ૭ ગામોમાથી પાર તાપી નર્મદા નદી જોડાણ યોજનામાં અસરગ્રસ્ત છે. જે યોજના નાબુદ કરો.

૭. સોનગઢ તાલુકાનાં ડોસવાડા ગામે આવનાર હિંદુસ્તાન ઝીંક લિમિટેડ કંપની કુલ- ૯૨ ગામો અસરગ્રસ્ત થાય છે. જેની લોક સુનવણી હાલમાં મૌકુફ રાખવામાં આવેલ છે.

રસ્તાની સમશ્યા: 

૧. કપુરા મેઇન રોડ પરથી દેવલપાડા ઇન્દુબેન રમણભાઈ ગામીતના ઘર સુધી ર કી.મી. રસ્તો રીપેરીંગ કરો.

૨. કપુરા પલ્ટી ફળિયામાં ધીરૂભાઈના ઘર પાસેથી નગીનભાઈના ઘર સુધી ૫૦૦ મીટરનો રસ્તો ડામર બનાવવો,

પાણીની સમશ્યા: 

૧. ડોલારા ધોરણ ૧ થી ૫ પ્રાથમિક શાળામાં ઉનાળાની સિઝનમાં પાણીની તકલીફ પડે છે. તેમાં પાણીની સુવિધા પુરી કરો.

૨. કપુરા પાટ ફળિયું અને ડુંગરી ફળિયામાં પાણીની તકલીફ પડે છે. તેમાં પાણીની સુવિધા કરો.

રેશનીંગની દુકાનની સમશ્યા: 

૧. ઢોલીઉમર ગામે વ્યાજબી ભાવની દુકાન રેશનીંગની દુકાનમાં એ.પી.એસ. ગ્રાન્ટ મુજબ ઢોલીઉંમર ગામમાં અનાજ વિતરણ કરી. અને રેશનકાર્ડમાં કુપન આપો.

૨. કપુરા ગામમાં જમીન વિહોણા છે તેમના એ.પી.એલ. રેશનકાર્ડ છે તેમનું સર્વે કરીને અગ્રતાક્રમમાં સમાવેશ કરવા માટે આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है