શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સમસ્ત ખ્રિસ્તી સમાજ દ્વારા દેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સાગબારાના રાણીપુર ગામનું પ્રાર્થનાઘર નહિ તોડવા ખ્રિસ્તી સમાજ દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ;
ગત રોજ નર્મદા અને ભરૂચ જિલ્લા ખ્રિસ્તી સમાજ ના પ્રમુખોની આગેવાની દ્વારા દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રી ને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતના ખ્રિસ્તી સમુદાયના લોકો શરૂઆતથી જ ખૂબજ શાંતિપ્રિય છે. પ્રેમી દયાળું તેમજ સહનશીલ અને સેવાભાવી લોકો છીએ. અમોએ ખ્રિસ્તી ધર્મના ધર્મગુરૂ તેમજ સમાજ સંચાલિત ઘણી બધી શૈક્ષણિક સંસ્થા તેમજ હોસ્પિટલો સમાજના ઉત્થાનની સંસ્થાઓ દ્વારા દેશને આગળ વધારવામાં તેમજ તેનો વિકાસ કરવામાં અમે ખૂબજ મહેનત કરીએ છીએ.
સાગબારા તાલુકાના રાણીપુર ગામે ખ્રિસ્તી સમાજનાં લોકો દ્વારા પંચાયતની મંજૂરી લઇ પ્રાર્થનાનું ઘર બનાવેલું છે. જેમાં લોકો ભેગા મળી પ્રાર્થના કરી કે સમાજમાં શિક્ષણ તેમજ સંસ્કાર મળી રહે તેમજ સમાજમાં કેટલાક પ્રકારની બાબતો જેમકે વ્યસન મુકિત,અંધશ્રધ્ધા, જેવી સામાજીક બદીઓ માંથી બહાર લાવવા માટે જાગૃતિ શિક્ષણ વગેરે આપવામાં આવે છે.
આસપાસના ઘણા લોકોને પણ તેનો લાભ મળી શકે. આ આશયથી સરસ હોલ બાધવામાં આવેલ છે. ત્યારે આજ ગામનાં કેટલાક અસામાજીક તત્વો એક સંપ કરી આ પ્રાર્થનાનું ઘર તોડી પાડવા માટેની તજવીજ કરીને ખોટી ભામક જાહેરાતો કરી જિલ્લા તથા તાલુકા કક્ષાએ ખોટી રજુઆતો કરેલી છે. તેને તોડી પાડીને તેમને સંતોષવાનો પ્રયત્ન કરેલો છે. અને પોતાના અંગત સ્વાર્થ સાધવાનો પ્રયત્ન કરેલો છે.
અત્રે આપને આ આવેદનપત્ર લખી આપી અમો રાણીપુરના સમસ્ત ગ્રામજનો તેમજ ખ્રિસ્તી ધર્મજનોની અમારી ધાર્મિક તેમજ સામાજીક લાગણી જોડાયેલી છે. ત્યારે આપને અમો ખ્રિસ્તી સમાજના લોકોની અરજ છે કે આપ ઘટતું કરશો.
બિનસાંપ્રદાયિક દેશની અંદર તમામ સમાજના લોકોને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. એવી આપને અરજ છે. તેમજ આપ અમારી અરજી ધ્યાને લઈ ઘટતું કરવા રજુ કરી છે. તેમ સમસ્ત ખ્રિસ્તી સમાજનાં આગેવાનો દ્વારાઆવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.