શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
માંડવી નગરમાં પીર સૈયદ ઝહીરૂદીન બાવાનો ઉર્સ ઉજવવામાં આવ્યો.
સૈયદ જહુરૂદીન બાવાના ઉર્સ ઉજવણી નિમિત્તે સુરત જિલ્લા એકતા ટ્રસ્ટ દ્વારા માંડવી નગર તથા તાલુકાની આરોગ્ય સેવા માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી:
માંડવી નગરના જમાદાર ફળિયા પાસે પીર સૈયદ ઝહરુંદ્દીન બાવાનો ઉર્સ ગાદીપતિ પીર સમીર અહમદ કાદરી બાવા તથા નિયાઝ અહમદ કાદરી બાવા ની આગેવાની હેઠળ આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. 21 નવેમ્બર રોજના દિવસે સંદલ શરીફ નો કાર્યક્રમ યોજાયો હતો. આ દિવસ દરમિયાન આખા નગરમાં ધાર્મિક માહોલનો છવાયો હતો. જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેનો મોટી સંખ્યામાં દૂર દૂરથી ગામેથી આવેલા તથા નગરના ગ્રામજનો એપ્રસાદીનો લાભ લીધો હતો. સંદલ શરીફ સરઘસમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનો જોડાયા હતા જેને કારણે કોમી એખલાસ નું વાતાવરણ સર્જાયું હતું. સૌ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ દ્વારા દેશ અને દુનિયામાં શાંતિ અને અમન સ્થપાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અને હિન્દુસ્તાનમાં સૌ કોઈ ભાઈ ચારા થી રહે અને સુખ દુઃખમાં એકબીજાના સહયોગી બને તથા કુદરતના પીર ઓલિયા, સંતોએ બતાવેલ સાચા માર્ગે ચાલે એવી અપીલ કરી હતી તેમજ૨૧ નવેમ્બર ના રોજ દરગાહ પાસે રાત્રિના 9:00 કલાકે હિંદુ ભાઈઓએ પીરોના ભજન તથા મુસ્લિમ ભાઈઓ દ્વારા કવાલી નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ લોકોના પ્રશ્નોને ઉજાગર કરતા માંડવી નગરના પત્રકારો ને પુષ્પગુચ્છ થતાં શાલ ઓઢાડી સન્માનિત કરી વિશ્વ માનવ અધિકાર પરિષદ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ માંડવી ના ગાદીપતિ સમીર બાવાના અથાગ પ્રયત્ન થકી માંડવી નગર અને તાલુકાના જરૂરિયાત મંદો માટે સુરત જિલ્લા એકતા ટ્રસ્ટ ના પ્રમુખ અબ્દુલભાઈ ના હસ્તે નીયાઝ બાવા તથા સમીર બાવાને જરૂરિયાત મંદોને માટે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી જેને નિયાઝબાવા તથા સમીર બાવાએ એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈ નો તેમજ તેમણે કોરોના કાળ દરમિયાન ખૂબ જ ભારે જહેમત ઉઠાવી જે કામગીરી કરી છે તે બદલ તેમનો ખરા દિલથી આભાર માન્યો હતો.તેમજ પત્રકાર મિત્રોનો પણ ખુબ ખુબ આભાર માન્યો હતો.
પત્રકાર: ઇશ્વરભાઇ સોલંકી માંડવી.