ખેતીવાડી

આદિવાસી મહિલા સંચાલિત કસ્ટમ હાયરીંગ સેન્ટર બને: ડૉ.દિનેશકુમાર કાપડિયા

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

આદિવાસી મહિલા સંચાલિત કસ્ટમ હાયરીંગ સેન્ટર બને: ડૉ.દિનેશકુમાર કાપડિયા

સશકત નારી થકી સમૃધ્ધ સમાજનું નિર્માણ થાય છે: 

-જિલ્લા પોલિસ અધિક્ષક સુજાતા મજમુદાર

વ્યારા ખાતે તાપી જિલ્લાની આદિવાસી મહિલાઓ માટે “ટ્રેકટર ડ્રાઇવિંગ” તાલીમનું આયોજન કરવામાં આવ્યું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા જિ,તાપી અને લાખાણી ટ્રેકટર્સ, મહીંન્દ્રા એન્ડ મહિન્દ્રાનાં સંયુકત ઉપક્રમે આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત તા:૦૭/૦૯/૨૦૨૧ ના રોજ કેવીકે, વ્યારા ખાતે તાપી જિલ્લાની આદિવાસી મહિલાઓ માટે “ટ્રેકટર ડ્રાઇવિંગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાપી જિલ્લાની વિવિધ ગામોની કુલ ૭૫ આદિવાસી મહિલાઓએ ઉમગભેર ભાગ લીધો હતો. તાલીમનો મુખ્ય હેતુ ખેતી યાંત્રિકરણ થકી “મહિલા સશક્તિકરણ’ હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડ્યા એ સ્વાગત પ્રવચન કરી સર્વે તાલીમાર્થી મહિલાઓને ખેતી યાંત્રિકરણનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમનાં અધ્યક્ષ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.દિનેશકુમાર કાપડિયા(IAS) સાહેબે જણાવ્યું હતું કે સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન, સ્વરોજગારી અને સ્વાસ્થ્ય વિષે પૂરતું ધ્યાન રાખે છે, જે માટે સરકારની વિવિધ યોજનાઓ છે, તેની સર્વે મહિલાઓએ માહિતી મેળવી અમલ કરવો જોઈએ. તેમણે મુખ્યમંત્રી ઉત્કર્ષ યોજના, મિશન મંગલમ યોજના, કસ્ટમ હાયરીંગ સેન્ટર વિગેરે યોજનાઓ વિષે વિસ્તૃતમાં માહિતી આપી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ આદરણીય સુશ્રી સુજાતા મજમુદાર(IPS), જિલ્લા પોલિસ અધિક્ષક, તાપીએ ઉપસ્થિત મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય ઉપર ભાર મુકતા જણાવેલ કે તદુરસ્ત માતા તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે. સશકત નારી થકી સમાજ સશકત બને છે. કેન્દ્ર ખાતે પ્રગતિશીલ મહિલાઓએ તાલીમ મેળવી આદિવાસી સમાજની અન્ય મહિલાઓને જાગૃત કરવી જોઇએ અને પોતાના સ્વાસ્થ્ય માટે સભાન રહેવું જોઇએ. તેમણે મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ વિષે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં શ્રી સતીષભાઇ ગામીત જિલ્લા ખેતીવાડી અધિકારી, તાપી એ ખેતીવાડી ખાતાની ખેતઓજારો ખરીદ કરવા માટેની વિવિધ યોજનાઓની વિસ્તાર માહિતી આપી હતી. મહીન્દ્રા એન્ડ મહીનાના ડીલર શ્રી આરીફ લાખાણીએ ટ્રેકટર ડ્રાઈવિંગ તાલિમને લગતી પ્રાથમિક માહિતી અને ટ્રેકટરને લગતાં ઓજારોની ટેકનિકલ માહિતી આપી હતી. કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી એન સોનીએ પ્રગતિશીલ મહિલાઓની પ્રવૃતિ વિષે માહિતી આપી હતી તેમજ કપુરા ગામના આત્મનિર્ભર મહિલા શ્રીમતી ઇન્દુબેન આર,ગામીત અને જામલીયા ગામના પ્રગતિશીલ મહિલા શ્રી ઈન્દુબેન એ. ચૌધરી એ પોતાના પ્રતિભાવો રજુ કર્યા હતા. વધુમાં, રાષ્ટ્રીય પૌષણ માસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહાનુભાવી, વૈજ્ઞાનિકશ્રીઓ, સ્ટાફમિત્રો અને આદિવાસી મહિલાઓ દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યાં હતાં. કાર્યક્રમનાં અંતે, ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો આરતી એન, સોનીએ આભારવિધિ કરી હતી અને કાર્યક્રમનું સફળ સંચાલન કેન્દ્રના પાક ઉત્પાદન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.કે.એન,રણાએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવીકેના વૈજ્ઞાનિકશ્રીઓએ સારી જહેમત ઉઠાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है