
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા
નર્મદા જીલ્લા ની ધનસેરાચેક પોસ્ટ પાસે થી પસાર થતી ઇકો કાર માંથી વીદેશી દારૂ નો જથ્થો સાગબારા પોલીસે ઝડપી પાડયો;
વડોદરા ના બે આરોપીઓને ઝડપી પોલીસે રૂપિયા 2.76 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો;
પોલીસે ઝડપેલા આરોપીઓ ના રિમાન્ડ મેળવી દારૂનો જથ્થો સપ્લાય કરનાર કોણ?? કોને આપવાનો હતો ની તપાસ હાથ ધરાશે;
વિધાનસભા ની ચુંટણી ઓ આવતી હોય દારુ નો દુષણ મોટાં પ્રમાણ માં ના ફેલાય અને અસામાજિક તત્વો જેર થાય એ માટે પોલીસ તંત્ર સાબદુ બન્યું છે, વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જીલ્લા મા ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે ત્યારે મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલ ધનસેરા ચેક ઉપર થી પસાર થતી ઇકો કાર માંથી સાગબારા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. પાટીલ સહિત ના સ્ટાફે વિદેશી દારૂનો જથ્થો લયી મહારાષ્ટ્ર તરફ થી આવતા બે આરોપીઓને ઝડપી પાડયા હતા.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આજ રોજ સવારે સગબારા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી વી. પાટીલ સહિત વિનેશભાઈ રેન્જા ભાઇ, મહેન્દ્ર ચીમનભાઈ, સુરેશભાઈ ઓલિયભાઈ અને ગણપત ખાનસિંઘ નાં પોલીસ જવાનો પોતાની ફરજ ઉપર હતા અને વાહનો નું ચેકીંગ કરી રહ્યા હતા જે દરમ્યાન ઍક ઇકો કાર આવતાં તેના ચાલક ને ઊભો રાખી કાર ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ ના 48 નંગ હોલ મળી આવ્યાં હતાં જેની કિંમત રૂ.26880 અને કાર કિંમત રૂ.2.5 લાખ મળી કુલ રૂપિયા 276880 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસ કાર ચાલક રાકેશ ચીમનભાઈ પરમાર રહે.111 ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્ટાર સ્ટીલ કંપની ની પાછળ, માણેજા, વડોદરા સહિત યોગેશ રમેશભાઈ શિરસાડ રહે.હાજમનગર, દંતેશ્વર વડોદરા નાઓને ઝડપી તેમની પાસે આ દારૂ નો જથ્થો ક્યાં થી આવ્યો કોને સપ્લાય કરવામાં આવતો હતો ની માહીતિ મેળવવા ની તજવીજ હાથ ધરી હતી,આ આરોપીઓ ના અદાલત પાસે રિમાન્ડ મેળવવામાં આવે નું પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી. વી પાટીલે જણાવ્યું હતું.