
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં ચાલતી જી.આર.ડી સભ્યોની ભરતી પ્રક્રિયા પુર્ણ થઈ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એસ.જી.પાટીલ, શ્રી જે.એચ.સરવૈયા તથા અન્ય અધિકારીશ્રીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થતા જી.આર.ડી સભ્યોની ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત હસ્તકના સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાપુતારા ખાતે આયોજિત આ ભરતીમાં ભાગ લેનાર ઉમેદવારોની શારીરિક કસોટીમાં ઉંચાઇ/વજન/ચેસ્ટની માપણી કરવાં માપદંડ નક્કી કરવામાં આવેલ હતાં. જેમાં ઉમેદવારો પૈકી પુરુષો માટે ૮૦૦ મીટર અને મહિલાઓ માટે ૪૦૦ મીટર દોડ તેમજ પુલ-અપ્સ, પુશ-અપ્સ, સીટ-અપ અને મૌખિક ઇન્ટરવ્યુ વિગેરેના માપદંડોનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં તા.૨૪/૦૩/૨૦૨૫ના રોજ કુલ-૭૪૦ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તા.૨૫/૦૩/૨૦૨૫ના રોજ કુલ-૪૫૦ જેટલી મહિલા ઉમેદવારો સહિત કુલ-૮૬૦ ઉમેદવારોએ ભાગ લીધેલ હતો. અને તા.૨૬/૦૩/૨૦૨૫ નારોજ ૧૧ મહિલા ઉમેદવારો સહિત કુલ- ૮૨૦ જેટલા ઉમેદવારોએ ભાગ લીધેલ હતો. આ ભરતી પ્રક્રિયા શાંતિપુર્વક પૂર્ણ થઇ હતી. ભરતી પ્રકિયામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોનું લિસ્ટ ટુંક સમયમાં પોલીસ સ્ટેશનોમાં મુકવામાં આવશે.
આ ભરતી પ્રકિયામાં પોતાની ફરજ બજાવી રહેલા સાપુતારા પોલીસ સ્ટેશનના મહિલા હોમગાર્ડ સુમનબેન મહાદુભાઇ બાગુલ ઉ.વ.૩૭ રહે.કાંચનપાડા તા.વઘઇ, જે બંદોબસ્ત પુર્ણ કરી બપોરના સમયે રાહદારી દિનેશભાઇ મંગળ્યાભાઇ પવાર રહે.બીલમાળ નાઓ સાથે બેસી તેમના ઘરે આવવા નિકળેલ હતાં તે વખતે સાપુતારા ઘાટમાર્ગમાં ચાલુ બાઇક ઉપર અચાનક ચક્કર આવી જતાં ગાડી પરથી નીચે પડી ગયેલ હતા. જેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની શામગહાન સીએચસીમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન તેમનું દુ:ખદ અવસાન થયેલ હતુ. જેઓ પોલીસ પરિવારના સભ્ય હોય જેથી ભરતીના છેલ્લા દિવસે આયોજન કમિટી ના તમામ સભ્યોએ તેમને શ્રધ્ધાજંલી આપવા બે મિનીટનું મૌન પાળ્યું હતું.
સાપુતારા ખાતે યોજાયેલ જી.આર.ડી સભ્યોની ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોને કોઇ પણ જાતની અવ્યવસ્થાની તકલીફ ન પડે તેનું ખાસ ધ્યાન રાખી ભરતી પ્રક્રિયા સ્થળે ડિસ્ટ્રીક્ટ હેલ્થ ઓફીસર ડો.હિમાશું ગામીત, ડો.નિરલ તુંબડા મેડિકલ ઓફિસર સાપુતારા, ડો.શિવાંગ ચૌધરીની હાજરીમાં એમ્બ્યુલન્સ તેમજ મેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ ઉપરાંત ઓ.આર.એસ.અને પીવાના પાણીની સગવડ પણ કરવામાં આવી હતી.
આ ભરતી પ્રક્રિયામાં પોલીસ વિભાગના અધિકારી/કર્મચારીઓ, શૈક્ષણીક વિભાગના પી.ટી ટીચરો, સ્પોટ્સ ઓથોરેટી ઓફ ગુજરાત હસ્તકના સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાપુતારા ખાતેના સ્ટાફ શ્રી.અલ્કેશ પટેલ, DSDO ડાંગ, શ્રી.પ્રકાશ બારિયા એથ્લેન્ટીક કોચ, શ્રી. રાહુલ કુકણા હોકી કોચ, શ્રી.જીતેન્દ્ર રાજપુત આર્ચરી કોચ ડાંગ, સિલ્વાંશ ટીમ મેનેજર ડાંગ, શ્રી.જગદિશ ગાવિત DLSS મેનેજર, શ્રી.જયરાજ બાગુલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ના ભરતી પ્રક્રિયામાં ઉપસ્થિત રહી વિષેશ સરાહનીય સેવાઓ આપી હતી.
આ ભરતી પ્રક્રિયામાં શ્રી.જે.એચ.સરવૈયા નાયબ પોલીસ અધીક્ષક આહવા ડાંગના સુપરવિઝન હેઠળ શ્રી.વી.કે.ગઢવી પોલીસ ઇન્સ્પેકટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, શ્રી.આર.એસ.પટેલ પોલીસ ઇન્સ્પેકટર સાપુતારા પોલીસ સ્ટેશન, શ્રી.એમ.જે.ઝાલા પો.સ.ઇ એલ.આઇ.બી. શાખા આહવા, શ્રી.એમ.જી.શેખ એસ.ઓ.જી. શાખા આહવા, શ્રી.એસ.કે.રાજપૂત પો.સ.ઈ જીલ્લા ટ્રાફિક આહવા-ડાંગ, શ્રી.વી.એમ.પટેલ. રી.પો.સ.ઇ. આહવા, શ્રી.આર.એસ.આહિરે પો.સ.ઇ.જી.આર.ડી., તથા શ્રી.નયન પટેલ હોમગાર્ડ કમાન્ડન્ટ,આહવાએ નિષ્ઠા અને ઉત્સાહ પૂર્વક ભરતી પ્રક્રિયામાં ફરજ બજાવી હતી.