
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત
નવસારી: વાંસદા; જીલ્લામાં ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ દ્વારા મહિલાઓ માટે કાર્યરત અભયમ-181 મહિલા હેલ્પલાઇન ને રોજબરોજ બહોળો પ્રતિસાદ મળતો જાય છે, GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેન્ટર દ્વારા અભયમ હેલ્પલાઇન નું સંચાલન થઈ રહેલ છે, ગુજરાત ની પીડિત કે મુશ્કેલી મા મુકાયેલ મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહેલ છે, જેથી મહિલાઓ આજે પોતાની એક હમદર્દ સાચી સાહેલી તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે જેને દિન પ્રતિદિન મહિલાઓ મોટા પ્રમાણ મા ઉપયોગ કરી રહી છે, જેમાં ઘરેલુ હિંસા હોય, કામ ના સ્થળે જાતીય સતામણી હોય, સોશ્યિલ મીડિયાના માધ્યમ દ્વારા હેરાનગતિ કે છેડતી કે રેપ કેસ હોય હમેશા 24×7કલાક અભયમની સેવાઓ અવિરત ચાલુ જ હોય છે,
નવસારી જીલ્લામાં 2013 થી અભ્યમ- 181 મહિલા હેલ્પલાઇનની કામગીરીની યાદી નીચે મુજબ છે,
નવસારી જીલ્લામાં ઘરેલું હિંસાનાં કુલ – ૪૪૩૨ કેશ, પાડોશી સાથેના ઝઘડાના કુલ -૮૦૨ કેશ, ટેલિફોનીક/મોબાઇલ દ્વારા હેરાનગતિના કુલ -૨૯૨ કેશ, વ્યશન આલ્કોહોલ દ્વારા હેરાનગતિના કુલ -૧૧૮૦ કેશ અને બાળલગ્ન અટકાયત બાબતના-૬ કેસ મળ્યાં હોવાનું ૧૮૧ અભ્યમ દ્વારા જણાવાયું છે.
સામાન્ય સમય મા ઘરેલુ હિંસા ના કોલ 24થી 26% જેટલાં રહેતા હતા જે કોવીડ-19ના સમયગાળા દરમિયાન 42થી 44% જેટલું પ્રમાણ રહેવા પામેલ હતું લોકડાઉન ના સમય મા પણ ઈમર જન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24કલાક પોતાના જાન ના જોખમ સાથે કોવીડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલા ને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરેલ છે, આ સેવા ઓ પહોંચાડનાર અભયમ ટીમ ખરેખર મહિલા સશક્તિકરણનું એક શ્રેષ્ટ ઉદાહરણ છે, ઘણા સંજોગોમાં હેલ્પલાઇનમાં રાત્રીના સમયે બસ કે વાહન વ્યવહાર ન મળતા મહિલાઓને ઘરે પોહોચડી મદદ કરે છે, અને લોક ડાઉન સમયમાં પણ કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમા સહયોગી બની હિંમત સાથે જિંદગી જીવવાનો અને મુશ્કેલીનો સામનો કરી કુટુંબ ભાવના સાથે રહેવા પ્રેરિત કરવામાં આવેલ છે.
levitra cost cvs http://uslevitraanna.com/ levitra contraindications
cialis and depoxitine http://asciled.com/ cialis mit paypal bezahlen