મારું ગામ મારાં ન્યુઝ

“ઓપરેશન મિલાપ” હેઠળ વઘઈ પોલીસની ઝડપી કામગીરી, ગુમ થયેલી દીકરીને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , ૨૪x૭ વેબ પોર્ટલ

“ઓપરેશન મિલાપ” હેઠળ વઘઈ પોલીસની ઝડપી કામગીરી, ગુમ થયેલી દીકરીને પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું

દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ વિસ્તારમાં પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીનો એક સરસ દાખલો સામે આવ્યો છે. જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવતી ‘ઓપરેશન મિલાપ’ અભિયાન અંતર્ગત ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આ અભિયાનના ભાગરૂપે, નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દીકરી ગુમ થવાનો બનાવ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, દીકરીને તેની માતાએ ઘરના કામકાજ બાબતે ઠપકો આપતાં તેને મન દુઃખ લાગ્યું હતું અને તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાએ તાત્કાલિક પગલાં લીધાં અને દીકરીને શોધવા માટે વિશેષ ટીમની રચના કરી. પોલીસે ટેકનિકલ સાધનો અને હ્યુમન સોર્સની મદદથી શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં દીકરીને શોધી કાઢવામાં સફળતા મેળવી.

પોલીસે દીકરીનું યોગ્ય કાઉન્સેલિંગ કરીને તેને સુરક્ષિત રીતે વઘઈ પોલીસ સ્ટેશન પર લાવી, તેના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું.

આ કામગીરીથી વઘઈ પોલીસની કાર્યક્ષમતા અને માનવતાવાદી અભિગમની પ્રશંસા થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है