
શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જન વસાવા
આજ રોજ ધામઢોદ બારડોલી સાઈ મંદિર ખાતે સુરત જિલ્લાની કોંગ્રેસ સમિતિની કારોબારી મળી હતી, ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર સદંતર ફેલ ગઈ છે. કોંગ્રેસ સરકારે બનાવેલી કંપનીઓ આજે ભાજપા વેચવા કાઢી છે, એઇમ્સ હોસ્પિટલ દિલ્હી જે કોંગ્રેસ સરકારની દેન છે તેમા અમિત શાહ દાખલ છે, જે સાબિત કરી આપે છે, કે દેશમાં કોંગ્રેસે ઘણું કામ કર્યું છે.
covid-19 દરમિયાન લોકોનું જીવન જીવવાનું મુશ્કેલ પડે છે, લોકો પોતાના બચતની રકમ પણ ઉપાડી લઇ છે. આ પ્રસંગે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ માડવી ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી નું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે શ્રી આનંદભાઈ ચૌધરીઍ સરકાર ની અન આવડત નીતિને કારણે લોકો લોકડાઉન માં ખૂબ મુશ્કેલીઓમા મુકાયા દેશનો વહીવટ સદંતર ફેલ થયો છે, લોકો પાસે આજે રોજગારી નથી, શિક્ષણની નીતિ મા પણ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. આજે કોરોનાનો ડર બતાવી લોકોને ભયભીત કરી મૂક્યા છે, આજે માંગરોળ તાલુકા માંથી ઘણા કાર્યક્રરો કોંગ્રેસને ખેસ ધારણ કરી ઍમના હસ્તે પ્રવેશ લીધો હતો. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં કાર્યકરોને કામે લાગી જવા તેમણે આહવાન કર્યું હતું .આ પ્રસંગે માનસીગ ડોડીયા, કિશન પટેલ, સુરત જિલ્લા પ્રભારી, તરુણ વાઘેલા મોહનભાઈ, દર્શન નાયક વગેરે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયાઍ ઓનલાઇન કાર્યક્રમ કરી કાર્યકરોને માર્ગદર્શન સંગઠન બુથ લેવલની ચર્ચા કરી માર્ગદર્શન આપ્યુ હતું..