
શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
સાબુટી ગામે ચર્ચનું બાંધકામ બંધ કરવા વિઘ્ન સંતોષીઓ રજૂઆત કરાતા, માત્ર દિન 9 માં બાંધકામ તોડવા તંત્ર હરકતમાં આવ્યું વગર નોટિસે ચર્ચ તોડી પડાયું:
અમારા ગામમાં એકતા અને શાંતિભંગ કરવાનું કાવતરું…ગામનાં સરપંચશ્રી
તંત્રની આ હરકત થી ખ્રિસ્તી સમાજમાં નારાજગી અને ભારે આક્રોશ જોવાં મળી રહ્યો છે,
આદિવાસી બહુલક વિસ્તારમાં જાતિ અને ધર્મના નામે સમાજને તોડવાનું કાવતરું નહિ ચલાવી લઈએ… અગ્રણી
ભારતની એકતા અને અખંડતાને તોડનારા તત્વો કોના ઈશારે કામ કરી રહયા છે?
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સાબુટી ગામે ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધકામ બંધ કરવા રાષ્ટ્રીય આદિવાસી મંચે તારીખ 9-6-2021 ના રોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમા જણાવેલ વિગતો અનુસાર નર્મદા જીલ્લો પાંચમી અનુસુચી અને પેસા એક્ટમાં લાગુ પડે છે. છતાં સાબુટી ગામે અન્ય ધર્મના લોકો ચર્ચનું બાંધકામ કરી રહ્યા છે. આ ગામમાં આદિવાસી લોકો છે. જ્યાં એક પણ ખ્રિસ્તી નથી. છતા બહારથી આવી ચર્ચ બનાવવામાં આવે છે. જે આ ગામમાં ચર્ચ બની જશે તો ગામની અખંડીતા અને એકતા પર અસર થશે અને જો આ ચર્ચ બની જશે અને ગામમાં કઈ પણ થશે એ તમામ બાબતની જવાબદારી તંત્ર ની રહેશે તેમ જણાવતું આવેદનપત્ર પ્રાંત અધિકારી, સાહેબશ્રી ને આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કોઈ પણ જાતની લેખિત નોટીસ કે જાણ કર્યા વગર તારીખ 16-6-2021 ના રોજ તંત્ર દ્વારા બાંધકામ ને જેસીબી લાવીને અને ગામનાં જવાબદાર વ્યક્તિઓને ધાક ધમકી અધિકારીઓ દ્વારા આપી પ્રાર્થના મંદિર તોડી પાડવામાં આવ્યું હતું.
તારીખ 1-10-2018ના રોજ ગ્રામ પંચાયત રેલવા (સાબુટી) પંચાયત દ્વારા લેટર પેડ પર સહમતિ પણ આપવામાં આવી હતી, છતા આ બાબતે આખું બાંધકામ થયા પછી પણ વગર કોઈ નોટિસે તાત્કાલિક ધોરણે બાંધકામ કેમ તોડાયું? શુ અન્ય પંચાયતો માં આવા ગેરકાયદેસર બાંધકામ હશે તો પણ આવી રીતે જ તંત્ર એકશન લેશે કે કેમ ? અને ફક્ત ચર્ચ બાબતે જ તાત્કાલિક ધોરણે પગલાં કોના દબાણમાં આવીને તંત્ર એ પગલાં લીધા? બીજા ધર્મના મંદિરો નું શુ? એવા અનેક પ્રશ્નો ખ્રિસ્તી બંધુઓને સતાવી રહ્યા છે. ત્યારે આ બાબતે તેઓને ન્યાય મળે અને પંચાયત પણ બંધારણમાં ચોથી સરકારનું સ્થાન ધરાવે છે શું પંચાયતી નિર્ણયો ખોટા હોય શકે તેવી લોક ચર્ચા સેવાઈ રહી છે. તેમજ ધર્મ બાબતે શુ કોઈને સ્વતંત્રતા નહિ હોઈ શકે? આદિવાસી વ્યકિત કોઈપણ ધર્મ પાળે અથવા આસ્થા, વિશ્વાસ રાખે તો એ તેમને સંવિધાન દ્વારા મળેલ અધિકાર છે, કોઈ એક વિશેષ ધર્મને જ ટાર્ગેટ કરવામાં તંત્ર ને કેમ આટલી ઉતાવળ છે? એ પણ એક મોટો પ્રશ્ન આદિવાસીઓને સતાવી રહ્યો છે.
નર્મદા જીલ્લામાં આ ઘટના દ્વારા નાત જાત અને ધર્મ ના આંતરિક ઝઘડાઓ ઉભા થાય અને જીલ્લામાં અશાંતિ વાતવરણ ઉભું થાય માટે જાણી જોઈ ને વિઘ્ન સંતોષીઓને તંત્ર પ્રોત્સાહન આપી રહયું છે, એવું સ્પષ્ટ દેખાય રહયું છે.
#graminTODAY #todaygramin (The voice of gramin Bharat) #ડિજિટલઇન્ડિયા #ગોગ્રીનઇન્ડિયા #પેપેરલેસઇન્ડિયા #Digitalindia #gogreenindia #paperlessindia #social media #online media #social media news #savetheplanet